જાહેર રસ્તા પર બેસી મોબાઈલ જોવાની લાપરવાહીના કારણે યુવાને મોબાઈલ ગુમાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-29 11:55:33
  • Views : 407
  • Modified Date : 2024-03-29 11:55:33

સુરત : જો તમને જાહેર રસ્તાઓ પર મોબાઇલ જોવાની ટેવ છે તો તમારા પર અકસ્માતનું જોખમ તો છે જ પણ સાથે સાથે તમે ચીલઝડપનો શિકાર બની તમારો મોબાઇલ પણ ગુમાવી શકો છો. આ વાતને સાચી પુરવાર કરતો કિસ્સો સુરતમાં બન્યો છે જ્યાં લાપરવાહીના કારણે યુવાને મોબાઈલ ગુમાવ્યો છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવી જ ઘટના બની જ્યાં ફૂટપાથ પર બેસેલા યુવકનો મોબાઇલ છીનવી 2 શખ્સો ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસે CCTVને આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ રોડ પર રાઉન્ડ મારીને રેકી કરતા અને ત્યારબાદ મોબાઇલમાં વ્યસ્ત લોકો પાસેથી મોબાઇલ ઝુંટવી ભાગી જતા હતા.

Download Our B K News Today App



Related News