ડીસામાં એક યુવક છેલ્લા બાર વર્ષથી આ સરિસૃપોને નવજીવન આપવા માટે જહેમત ઉઠાવી રહ્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-12 12:29:28
  • Views : 1731
  • Modified Date : 2022-07-12 12:29:28

 

ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસામાં સરિસૃપોનો ઉપદ્રવ વધી જતો હોય છે.. લોકોમાં સરિસૃપોને લઈ એક ભય હોય છે અને આ ભય જ સરિસૃપો માટે જોખમી સાબિત થતો હોય છે.. ત્યારે ડીસામાં એક યુવક છેલ્લા બાર વર્ષથી આ સરિસૃપોને નવજીવન આપવા માટે જહેમત ઉઠાવી રહ્યો છે અને લોકોને પણ વિનંતી કરી રહ્યો છે કે આવા સરિસૃપો જ્યાં પણ દેખાય ત્યારે તેને ઇજા પહોંચાડવી નહીં...

 

 ઉર્વીશ સોલંકી છેલ્લા બાર વર્ષથી વન્ય જીવોને બચાવવા માટે ખાસ જહેમત ઉઠાવી રહ્યો છે.. ઉર્વીશ દ્વારા અત્યાર સુધીમાં અનેક વન્ય જીવોનું સહી સલામત રીતે રેસક્યું કરવામાં આવ્યું છે અને આ વન્ય જીવોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.. વાઇલ્ડ લાઈફ એન્ડ નેચર કન્વર્ઝેશન નામની સંસ્થા બનાવીને અત્યારે ઉર્વીશ લોકોમાં વન્ય જીવો પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.. અત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે અને ચોમાસા દરમ્યાન સાંપ, મગર, ઘો સહિત અન્ય સરિસૃપો ખોરાકની શોધમાં બહાર નીકળતા હોય છે.. અને આ જીવોને જોઈને લોકો ભય અનુભવતા હોય છે અને લોકોના આ ભય આ સરિસૃપો માટે જીવલેણ સાબિત થાય છે.. ત્યારે ઉર્વીશ દ્વારા આવા વન્ય જીવોને બચાવવા માટે ૬૩૫૩૩ ૯૦૦૮૬ નંબરનો હેલ્પ લાઇન નંબર શરૂ કરવામાં આવ્યો અને જ્યાં પણ કોઈ આવા સરિસૃપો કે વન્ય જીવો નજરે પડે તો તાત્કાલિક સંપર્ક કરવાનું જણાવ્યુ.. આ હેલ્પ લાઇન નંબર બાદ ઉર્વીશ અત્યારે તમામ કોલ રિસીવ કરીને જ્યાં પણ સરિસૃપ દેખાય ત્યાં પહોંચી જાય છે અને આ વન્ય જીવોને સુરક્ષિત રીતે પકડીને વન વિભાગની ટીમને અથવા તો આવા સરિસૃપો માટે અનુકૂળ હોય તેવા નિર્જન સ્થળો પર છોડી આવે છે.. ઉર્વીશ જણાવી રહ્યો છે કે વન્ય જીવોને બચાવવા આપણી એક ફરજ છે અને તેને મારવા જોઇયે નહીં.. કારણ કે વન્ય જીવો પણ આપણી આહાર કડીનો એક ભાગ છે..

Download Our B K News Today App



Related News