કાંકરેજના રૂવેલ ગામના યુવકની ચાંગા ગામની સીમમાં હત્યા થતાં ચકચાર મચી જવા પામી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-31 13:52:29
  • Views : 390
  • Modified Date : 2021-05-31 13:52:29

     કાંકરેજ તાલુકાના રૂવેલ ગામના રહેવાસી અને કાંકરેજના ચાંગા ગામમાં ખેતર પર ભાગીયા તરીકે રહેતા હતા.તેમની ચાંગા ગામના ચૌધરી સમાજના ઈસમે ઘાતકી હથિયાર વડે હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. બાબતે થરા પોલીસ મથકે આરોપી વિરૂધ્ધ હત્યાના પગલે ફરીયાદ નોધાતા ચકચાર મચી જવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ચાંગા ગામના પિયુષભાઈ મનુભાઈ પરમાર ત્રણેક દિવસ અગાઉ ચાંગા ગામની મોટી ડેરી આગળ અલ્પેશભાઈ વિરમભાઈ ચૌધરી સાથે ઉભા રહી વાતચીતો કરતા હતા.તે વખતે આરોપી કમલેશભાઈ નાગજીભાઈ ચૌધરીએ અલ્પેશભાઈને કહેલ કે તુ પિયુષભાઈ પરમાર સાથે જાતિ આધારીત શબ્દોથી અપમાનિત કરી એની સાથે કેમ ઉભો છે અને કેમ વાતચીતો કરે છે.તેમ કહી પિયુષભાઈ પરમાર સાથે ઝગડો કરી પિયુષભાઈ પરમારને જાતી અપમાનિત કરી જુની અદાવત રાખી તા.૨૯/૦૫/૨૦૨૧ને શનિવારના સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે ચાંગા ગામની ઠીકરનાથ સીમમાં જતા રસ્તા ઉપર નર્મદા કેનાલના બોડઘરા પુલીયા પાસે પિયુષભાઈ મનુભાઈ પરમાર તથા તેમની સાથે પ્રકાશભાઈ ઠાકોરે,કમલેશભાઈ ચૌધરીને અગાઉ કરેલ બોલાચાલી બાબતે ઠપકો આપતાં કમલેશભાઈ ચૌધરી એકદમ ઉશ્કેરાઇ જઇ તેના પેન્ટના ફાંટમાંથી ચપ્પુ કાઢી પ્રકાશભાઈ પ્રતાપભાઈ ઠાકોરને ગળા ઉપર મારતાં પ્રકાશભાઈને સારવાર અર્થે થરા,રાધનપુર તેમજ પાટણ જનતા હોસ્પિટલમાંથી ધારપુર સારવાર માટે લઈ જતાં પ્રકાશભાઈ ઠાકોરનુ મોત નિપજતાં મૃતકની લાશને પી.એમ.અર્થે થરા જે.વી.શાહ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.

     લાશનુ પી.એમ.કર્યા બાદ તેના વાલીવારસોને સુપરત કરી હતી.તથા પિયુષભાઈ પરમારને ડાબીબાજુ પાસળી ઉપર ચપ્પુના ત્રણ ઘા મારતાં જીવલેણ ઇજાઓ પહોચાડતાં ઇજાગ્રસ્ત પિયુષભાઈ પરમારને પાટણ સારવાર અર્થે ખસેડાયા હતા.ઘાયલ યુવક પિયુષભાઈ મનુભાઈ પરમારની ફરીયાદના આધારે આરોપી કમલેશભાઈ નાગજીભાઈ ચૌધરી વિરૂધ્ધ ગુનો દાખલ કરી થરા પોલિસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ.એસ.વી.આહીરે તપાસ હાથ ધરી હતી.તેમજ થરા પી.એસ.આઈ.એમ.બી.દેવડા એફ.એસ.એલ.સાથે ધટનાસ્થળે પહોચી બનાવની તપાસ હાથ ધરી હતી. ઘટનામાં અન્ય એક અનુસુચિત જનજાતિ ઈસમને પણ ઘાયલ કરાતા તેની ફરિયાદના આધારે .પી.કો કલમ ૩૦૨,૩૦૭ તથા એટ્રોસીટી એક્ટ કલમ ()આર,એસ,()૫એ મુજબ.ગુનો નોધી એસ.સી.એસ.ટી.સેલ થરાદ ના.પો.અધિક્ષક ડી.ટી.ગોહિલે આગળની તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News