રાજકોટના યુવકે પોતાના લગ્નની કંકોત્રી બનાવી વર્લ્ડ રેકોડમાં મેળવ્યુ સ્થાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-25 14:28:46
  • Views : 65
  • Modified Date : 2023-11-25 14:28:46

રાજકોટમાં એક યુવકે પોતાના લગ્નની પત્રિકા જાતે બનાવી છે. મૂળ કણજડીના અને રાજકોટના ધર્મેશના યુવકે 3 બાય 10 ફૂટની સૌથી મોટી કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી બનાવીને યુવકે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે.ધર્મેશના યુવકની ભારતી નામની યુવતી સાથે 7 ડિસેમ્બરે લગ્ન થવાના હોવાથી તેને 3 બાય 10ની કંકોત્રી બનાવી છે. આ સાથે જ ધર્મેશે લખેલી પુસ્તક જીવન સુગંધનુ વિમોચન લગ્ન સમયે કરશે.લગ્ન પહેલા ધર્મેશનામના યુવકે લખેલી પુસ્તકનું 6 ડિસેમ્બરના રોજ વિમોચન કરશે. તેમજ તે દિવસે અંગદાન અને વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવશે.ધર્મેશને આ કંકોત્રી બનાવવામાં 8 દિવસનો સમય લાગ્યો હતો.જેને પ્લાસ્ટિકના રોલ પર કલર કરીને બનાવવામાં આવી છે.રાજકોટની જ્યોતિ MNC કંપનીમાં નોકરી કરતા ધર્મેશે આ અગાઉ પાણીમાં રંગોળી બનાવીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

Download Our B K News Today App



Related News