પાલનપુરના એક યુવકે અલગ અલગ જાતના 350થી વધુ વનસ્પતિ બીજ એકત્ર કરી ઇન્ડિયા બુક રેકોર્ડમાં સ્થાન અને ગોલ્ડ મેડલ મળવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-07 12:26:49
  • Views : 327
  • Modified Date : 2021-07-07 12:26:49

     પાલનપુરના પ્રકૃતિ પ્રેમી યુવકને પહેલેથી જ સંગ્રહ કરવાનો શોખ હતો જંગલમાંથી અલગ અલગ જાતનાં બીજ લાવી અને સંગ્રહ કરતો અને જોતજોતામાં આ યુવકે 350 થી વધુ જાતના બીજ લાવી અને બીજ બેંક બનાવી દીધી જોકે આ યુવકનો આશય હતો કે અલગ અલગ જાતના બીજ લોકોના ઉપયોગમાં આવે અને આ બીજનું જતન થાય અને જેના થકી લોકો અલગ બીજ અને તેની વનસ્પતિને ઓળખે જેને લઇને આ યુવકે બીજનું વિનામૂલ્યે વિતરણ કર્યું..અનેક લોકોને આ વિનામૂલ્યે બીજનું વિતરણ કર્યું જેને લઇને આ યુવકની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવાઇ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યો અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપ્યું

     પરિવારને પહેલા તો લાગતું કે ભાઈ જંગલમાંથી કચરો લઈને આવે છે અને ઘરમાં આ કચરાથી ગંદકી ફેલાઈ છે જોકે પરિવારને પણ આવા બીજ લાવવાથી અણગમો રહેતો પરંતુ આ બીજ કેન્દ્ર લોકોના ઉપયોગમાં આવ્યું અને વિના મૂલ્યે વિતરણ કર્યું અને આ યુવકને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું અને ગોલ્ડ મેડલ પણ મળ્યું..પરિવાર પણ આશ્ચર્યજનક રીતે આ યુવકની ખંત અને મહેનતને જોઈ રહ્યો આજે પરિવારને પણ ખુશી છે કે પોતાના પુત્રએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી પરિવારનું તેમજ બનાસકાંઠા જિલ્લાનું અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે

     લુપ્ત થતી વનસ્પતિઓના બીજ લાવી અને પાલનપુરના યુવકે તેનો સંગ્રહ કરી અને બીજ કેન્દ્ર થકી લોકોને વિનામૂલ્યે વિતરણ કર્યું.. તેમજ રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ યુવકની સિદ્ધિને બીરદાવી આ યુવકને પત્ર લખી પ્રોત્સાહિત કર્યો છે.

Download Our B K News Today App



Related News