અમદાવાદ : બોડી મસાજના નામે કમાણીની લાલચ આપી ઠગતી ટોળકી સક્રિય, ન્યુ રાણીપના યુવક પાસેથી પેટીએમથી રૂ. 39 હજાર પડાવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 15:54:41
  • Views : 185
  • Modified Date : 2021-05-20 15:56:12

    લોકોને બોડી મસાજ કરાવવાના નામે સેક્સ સુખ આપવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપતી ઠગ કંપનીઓની માયાજાળમાં ન્યુ રાણીપ વિસ્તારના યુવકે રૂ. 39 હજાર ગુમાવ્યાં છે. પ્લાન લેવાના નામે અલગ અલગ બહાને પેટીએમ મારફતે પૈસા પડાવ્યા હતા. ઠગ કંપનીની એક ન્યુઝ પેપરમાં નોકરીની જાહેરાત જોઈને     રાણીપના યુવકે ફોન કર્યો ત્યારે નોકરી આપવાનું કહીને અલગ અલગ ફી અને રજીસ્ટેશન પેટે રૂ.39 હજાર પડાવી લઈને નોકરી ન આપી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. આ અંગે યુવકે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
     
     ન્યુ રાણીપમાં રહેતા 19 વર્ષીય યુવકે ન્યુઝ પેપરમાં હેપ્પી કંપનીને છોકરા અને છોકરીઓ છે અને રૂ.20 હજાર સુધી કમાવવાની તક જેવી જાહેરાત વાંચી હોવાથી આપેલા નંબર પર તેણે ફોન કર્યો હતો. ત્યારે સામેં વાત કરતા વ્યક્તિએ કંપનીના ક્લાયન્ટને બોડી મસાજની જગ્યાએ તેમની સાથે સેક્સ માણવાનું રહેશે અને ક્લાયન્ટ જે પૈસા આપે એમાં 20 ટકા કંપનીને આપવાના રહેશે. જેના બદલામાં ક્લાયન્ટ તમને પૈસા આપશે. જેમાં અલગ અલગ ચાર પ્લાન છે. જેમાં તમારે પ્લાન પંસદ આવતા રૂ.12500 ભરવાના રહેશે. જેથી યુવકે ઓનલાઈન પૈસા ભર્યા હતા.બાદ અલગ અલગ નંબર પરથી નોકરી અંગેની પ્રોસેસિંગ ફી સહિતની ફી પેટે રૂ.39 હજાર ભરાવ્યા હતા.

     બાદમાં યુવકે આવેલા નંબરો પર ફોન કર્યા તો તેનો નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી જાણ થઈ કે નોકરી આપવાનું કહીને તેની પાસેથી રૂ.39000 ભરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી છે. આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News