ડીસાના કુશ ચૌધરીએ નેપાળ ખાતે યોજાયેલ કબડીની રમતમાં ગોલ્ડ મેડલ મેળવી બનાસકાંઠા નહીં પરંતુ ગુજરાતનું નામ કર્યું રોશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-02 12:50:33
  • Views : 396
  • Modified Date : 2021-05-02 12:50:33

     બનાસકાંઠા જિલ્લાને આમ તો વર્ષોથી પછાત જીલ્લો માનવામાં આવે છે પરંતુ ધીમે ધીમે હવે બનાસકાંઠા જિલ્લા થતી પ્રગતિના કારણે હવે બનાસકાંઠા જિલ્લાનું નામ દેશ અને દુનિયામાં ગુંજતું થયું છે. આજે બનાસકાંઠા જિલ્લો ખેતી અને રમત-ગમત ક્ષેત્રે દુનિયામાં પોતાનું નામ મોખરે કરી રહ્યો છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ ભણતરની સાથો-સાથ રમત-ગમત ક્ષેત્રે આગળ આવે તે હેતુથી દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાતભરમાં અનેક રમતોનું આયોજન થાય છે અને રમતોમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ પોતાનામાં રહેલ સુસુપ્ત સક્તિઓનું પ્રદર્શન કરી વિજેતા બનતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યાર સુધી અનેક રમતવીરોએ રમત-ગમત ક્ષેત્રે નામના મેળવી છે બનાસકાંઠા જિલ્લામાં નહીં પરંતુ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ બનાસકાંઠા જિલ્લાના અનેક ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.

     ડીસા તાલુકાના કાંટ ગામ નો ખિલાડી કબડ્ડીની રમતમાં ગોલ્ડ મેડલ મેળવી શાળા અને જિલ્લાનું નામ રોશન કરે છે. કાંટ ગામનો રહેવાસી કુશ બાબરાભાઈ ચૌધરી ડીસા ની સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરે છે છેલ્લા બે વર્ષથી તે સતત કબડ્ડીની રમત માટે દિવસના પાંચ થી સાત કલાક સુધી પ્રેક્ટિસ કરતો હતો. જિલ્લા અને સ્ટેટ લેવલે કબડ્ડીની રમતમાં તેણે ખૂબ સારું પ્રદર્શન કરતા નેશનલ કબડીની ટીમ માં તેનું સિલેક્શન થયું હતું. જે બાદ નેપાળ ખાતે યોજાયેલી દિવસીય કબડ્ડીની રમતમાં તેને ભાગ લીધો હતો. ભારતની ટીમમાંથી તે કેપ્ટન તરીકેની ભૂમિકામાં હતો ત્યાં પણ તેને ખૂબ સારું પ્રદર્શન કરી છેલ્લે 8 પોઈન્ટ થી જીત મેળવી હતી. ઇન્ટરનેશનલ લેવલે પણ તેને ખૂબ સારૂ પ્રદર્શન કરી વિજેતા બનતા તેને ગોલ્ડ મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી છે. હવે ખુશ ચૌધરી આવતા મહિને દુબઈ ખાતે યોજાનાર કબડી સ્પર્ધામાં પણ તેનું સિલેક્શન થયું છે અને ત્યાં જઈને પણ તે ફરીથી ભારતનો ડંકો વગાડશે. અંગે ગોલ્ડ મેડલ મેળવનાર કબડી ખેલાડી કુશ ચૌધરીએ જણાવ્યું હતું જે અમારી ટિમ 8 પોઈન્ટ થી જીતી, અમને ગોલ્ડ મેડલ મળ્યો છે , ખુબજ ખુશી છે અને આગળ હજુ પણ દેશ માટે વધુ મેડલ લાવીશું

      હાલમાં સમગ્ર વિશ્વ ની સૌથી લોકપ્રિય રમત માનવામાં આવતી હોય તો તે છે ક્રિકેટ ભારતમાં પણ મોટાભાગના રાજ્યમાં સૌથી વધુ મહત્વ ક્રિકેટને આપવામાં આવે છે ત્યારે હાલમાં ક્રિકેટની જેમ કબડી ની ગેમ લોકચાહના ધરાવતી નથી ત્યારે આપણા દેશ ની રાષ્ટ્રીય રમત કબડી પ્રત્યે પણ લોકો રસ દાખવે તો ખેલાડીઓનો ઉત્સાહ વધે અને આપણી રાષ્ટ્રીય રમત માં પણ વધુ લોકો ભાગ લેતા થાય તેમ ગોલ્ડ મેડલ મેળવનાર કુશ ચૌધરી નું માનવું છે. બીજી તરફ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક વિદ્યાર્થીઓ છે કે જેવો રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ તેમને યોગ્ય માર્ગદર્શન અને સારા મેદાનો હોવાના કારણે આવા રમતવીરો રાષ્ટ્રીય કક્ષા સુધી રમી શકતા નથી ત્યારે ગુજરાત સરકાર દ્વારા જો બનાસકાંઠા જિલ્લાના આવા રમતવીરોને યોગ્ય માર્ગદર્શન અને સારું કોચીંગ આપવામાં આવે તો આવનારા સમયમાં હજુ પણ અનેક ગોલ્ડ મેડલ બનાસકાંઠા જિલ્લામાં આવી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News