ઇલેક્ટ્રિક વાયર ડમ્પરને અડી જતાં હળવદના યુવાનનું મોત

  • Published By :
  • Published Date : 2022-09-14 15:24:31
  • Views : 197
  • Modified Date : 2022-09-14 15:24:31

હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામના રહેવાસી સંજયભાઈ ગોરધનભાઈ મકવાણા (ઉ.વ.35) નામના યુવાન વેગડવાવ રેલ્વે ફાટક પાસે ગેરેજ દુકાને રીપેરીંગ કામ કરતા હતા. ત્યારે ડમ્પર ગાડીનું ઓઈલ ચેક કરતી વેળાએ ડમ્પર પરથી પસાર થતા ઇલેક્ટ્રિક વાયર ડમ્પરને અડી જતાં યુવાનને વીજશોક લાગ્યો હતો. જેથી યુવાનને સારવાર માટે હળવદ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે. હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે. તો વધુમાં મળતી વિગત મુજબ આ ઘટના સમયે ડમ્પરમાં બેઠેલા ડ્રાઇવરે કૂદકો મારી ડમ્પર નીચે ઉતરી જતાં જીવ બચી ગયો હતો.

Download Our B K News Today App



Related News