ધાનેરાના દેઠા ગામના એક યુવકે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતો વિડીયો વાયરલ કર્યો : પોલીસે યુવકને ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-03 13:49:36
  • Views : 1494
  • Modified Date : 2022-02-03 13:49:36

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના દેઠા ગામના પ્રવીણ નામના યુવક વિડીયો વાયરલ કરી આત્મ હત્યા કરવાની ચીમકી ઉચારતા સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી.. ધાનેરા તાલુકાના દેઢા દૂધ મંડળીમાં 3ફેબ્રુઆરીએ યુવક આત્મહત્યા કરશે તેવો વિડીયો સોશ્યલ પ્લેટફોર્મ પર  વાયરલ  કર્યો છે..દેઢા દૂધ મંડળીના મંત્રી અને ચેરમેને દૂધના ફેટ ઓછા આપી હેરાન કરતા હોવાના યુવકે આક્ષેપ કર્યા છે..દેઢા દૂધ મંડળીના મંત્રી હરજીભાઈ પેટલે યુવક સામે ધાનેરા પોલીસને ફરિયાદ આપી છે.. તે ઉપરાન્ત દેઢા દૂધ મંડળીના મંત્રીએ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે.. ધાનેરા પોલીસે વિડીયો વાયરલ કરનાર પ્રવીણ પટેલને પોલીસ સ્ટેશનમાં બોલાવી સમગ્ર મામલે તાપસ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News