ડીસાના યુવકને ધાનેરાના નેનાવા નજીકથી એ સો જી પોલીસે દેશી બનાવટ ની પિસ્તોલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-01 12:57:21
  • Views : 1132
  • Modified Date : 2022-05-01 12:57:21

ડીસાના યુવકને ધાનેરાના નેનાવા નજીકથી એ સો જી પોલીસે દેશી બનાવટ ની પિસ્તોલ સાથે ધરપકડ  કરવામાં આવી હતી.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફ થી  ગેરકાયદેસર વગર પાસ પરવાના વાળા હથીયાર હેરાફેરી કરતાં ઇસમોને પકડવા સારું આપેલ સુચના અંતર્ગત પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ  સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓ તરફ થી  ગેરકાયદેસર વગર પાસ પરવાના વાળા હથીયાર હેરાફેરી કરતાં ઇસમોને પકડવા સારું આપેલ સુચના અંતર્ગતપો ઇન્સ  ડી.આર.ગઢવી તથા પો.સ.ઇ.શ્રી એ.કે.દેસાઈ એસ.ઓ.જી પાલનપુર નાઓ ના માર્ગદર્શન મુજબ સ્ટાફના અ.હેડ.કોન્સ હસમુખભાઈ, આ.પો.કો હસમુખદાન, જેતસીભાઈ, અજમલસિંહ, વિ. પોલીસ સ્ટાફ એસ.ઓ.જી લગત કામગીરીમાં હતા. દરમિયાન પો.કોન્સ હસમુખદાન ને મળેલ બાતમી હકીકત આધારે ધાનેરા તાલુકાના નેનાવા નજીકથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં  આવતી એક પેસેન્જર ઇક્કો ગાડીમાં બેઠેલ ઈસમ પ્રિયંક ઈશ્વરભાઈ સમેજા (રાવળ)રહે. ડીસા, મંગલ પાર્ક, ત્રણ હનુમાન રોડ, તા.ડીસા જી. બનાસકાંઠા વાળા ના જાત કબ્જા માંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટની એક દેશી બનાવટની પિસ્તોલ કીં₹ ૨૦,૦૦૦- સાથે પકડી સફળ કામગીરી કરવામાં આવેલ છે. અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આરોપીને આગળની કાર્યવાહી સારું ધાનેરા પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.

 

Download Our B K News Today App



Related News