મકરપુરા પોલીસ સ્ટેશન સામે ખુલ્લી ગટરમાં યુવક ખાબક્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-05 13:43:07
  • Views : 133
  • Modified Date : 2023-08-05 13:43:07

વડોદરામાં ખુલ્લી ગટરો લોકો માટે આફત બની છે. ચોમાસામાં ખુલ્લી ગટરોમાં પડવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, ત્યારે વડોદરામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. મકરપુરા પોલીસ સ્ટેશન સામે ખુલ્લી ગટરમાં એક યુવક ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર યશપાલ ગોહેલ ઘરે જતા સમયે ફૂટપાથની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો.આ યુવકે બૂમાબૂમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા અને ગટરમાં પડેલા યુવકને બહાર કાઢ્યો હતો. સદનસીબે આ ઘટનામાં યુવકને કોઈ મોટી ઈજાઓ થઈ નથી, પરંતુ વડોદરા મ્યુનિપિસલ કોર્પોરેશનના રેઢિયાળ તંત્ર સામે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. મનપા તંત્ર ખુલ્લી ગટરો વહેલી તકે ઢાંકે તેવી લોકમાંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News