રાજકોટના મહાપૂજા ધામ નજીક BRTSએ યુવકને અડફેટે લેતા મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-29 16:53:40
  • Views : 105
  • Modified Date : 2023-06-29 16:53:40

 રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના મહાપૂજા ધામ નજીક BRTS રૂટ પર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 20 વર્ષીય યુવાનને BRTS બસે અડફેટે લીધો હતો. અડફેટે લેતાની સાથે જ યુવકનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે.પ્રતિબંધિત BRTS રૂટ પર યુવાન રોડ ક્રોસ કરવા માટે પ્રવેશ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. યુવક રેલીંગ કૂદીને BRTS રૂટ પર પ્રવેશ કર્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ માલવિયા નગર પોલસ તાત્કલીક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. આ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News