ડીસાના વરનોડા ફાટક પાસે એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-29 10:49:59
  • Views : 1234
  • Modified Date : 2022-05-29 10:49:59


ડીસાના વરનોડા ફાટક પાસે એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા


 


ડીસા તાલુકાના વરનોડા ફાટક પાસે બીપી ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક રેલવે પોલીસની ટીમને જાણ કરાતા રેલ્વે પોલીસ ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી..


 


બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યા તેમજ હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ ગયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ લોકો નજીવી બાબતમાં આવેશમાં આવી ગઈ હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપતા જોવા મળી રહ્યા છે વારંવાર હત્યાને આત્મહત્યાના જેવી ગુનાહિત ઘટનાઓ સામે આવતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક યુવકે આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે ડીસા તાલુકાના વરનોડા ફાટક પાસે એક યુવક ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને મૃતક યુવાનની ઓળખ કરી હતી અને તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરાતા રેલવે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી યુવક મૂળ થરાદ તાલુકાના દેતાલ ગામનો વતની હોવાનું હાલમાં જાણવા મળ્યું છે પરંતુ આ યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે...


Download Our B K News Today App



Related News