કાંકરિયા ઇકો ક્લબ પાસે યુવક મોબાઇલ ટાવર પર ચડી યુવાને જમ્પ લગાવી મોત વહાલું કર્યું, યુવકને બચાવવા ટાવર આસપાસ નેટ પણ લગાવી

  • Published By :
  • Published Date : 2022-09-10 16:11:56
  • Views : 265
  • Modified Date : 2022-09-10 16:11:56

આજે 10મી સપ્ટેમ્બરે સુસાઈડ પ્રિવેન્શન ડે એટલે આત્મહત્યા નિવારણ દિવસ છે. ત્યારે જ મણિનગર વિસ્તારમાં કાંકરિયા ઈકો ક્લબ પાસેના મોબાઇલ ટાવર પર એક યુવક ચડી ગયો હતો અને કલાકો બાદ કૂદીને આપઘાત કર્યો હતો. ત્યાં કલાકો સુધી તમાશો થયા બાદ તેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી, પણ તે પોતાનાં સંસાધનોનો ઉપયોગની શરૂઆત કરે એ પહેલાં જ યુવક બીજી તરફ કૂદી ગયો હતો અને જેને કારણે તેનું મોત નીપજ્યું હોવાની વિગતો હાલ સામે આવી રહી છે કાંકરિયાના ગેટ નંબર ત્રણ પાસે આવેલા એક મોબાઈલ ટાવર પર આજે સવારે એક યુવક ચડી ગયો હતો. થોડીવારમાં આ વાતની જાણ આસપાસના લોકો થઈ ગઈ તથા ત્યાં ટોળેટોળાં ભેગાં થવા લાગ્યાં હતાં. ગણતરીની ક્ષણોમાં એટલી મોટી ભીડ થઈ ગઈ કે ત્યાં પોલીસ આવી ગઈ હતી. આ બધી વિગતોની જાણ પોલીસ અને સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને કરતાં તેની ટીમ ત્યાં પહોંચી હતી. તેણે પહેલા મોબાઇલ ટાવરની આસપાસ નેટ લગાવીને યુવક જો કૂદે તો તેને બચાવવા માટે પ્રયાસ કરવાની તૈયારીઓ કરી હતી, પણ યુવક નીચે ઊતરવાનું નામ લઈ રહ્યો હતો અને આ તમાશો કલાકો સુધી ચાલ્યો હતો. આ દરમિયાન ફાયર બ્રિગેડના કર્મચારીઓનો ઉકેલ લઈને ત્યાં પહોંચ્યા અને સ્નોકેલ ટાવર તરફ આગળ વધારી રહ્યા હતા, ત્યારે ઉપર ચડેલો યુવાન આગળની તરફ કૂદવાને બદલે પાછળની તરફ કૂદી ગયો હતો અને જેને કારણે ગંભીર રીતે ઘવાયો હતો. તેને તાત્કાલિક સારવારાર્થે હોસ્પિટલ ખસેડાયા હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક ગંભીર હાલતમાં હતો અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. હાલ તેની ઓળખ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News