ડીસાના આખોલ ગામ પાસે બ્રિજ પર અકસ્માતમાં બાઇક ચાલક નું તેમજ પેછડાલ પાસે હિટ એન્ડ રન ની ઘટનામાં મહિલા સહિત બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-08 11:07:59
  • Views : 1258
  • Modified Date : 2021-05-08 11:07:59

     બનાસકાંઠામાં આજે ડીસા તાલુકામાં બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં એક યુવક અને એક મહિલાનું કરુણ મોત નિપજયું હતું જેમાં કાંકરેજ તાલુકાના વડા ગામે રહેતા જેન્તીભાઈ કાંકરેચા તેમજ મુકેશ વાલ્મિકી નામના બંને યુવકો અમદાવાદથી લાયસન્સ કઢાવવા માટે પોતાનું બાઇક લઇને પાલનપુર આરટીઓ કચેરી તરફ જઇ રહ્યા હતા તે દરમિયાન ડીસા આખોલ ચાર રસ્તા પાસે બ્રિજ પર વળાંકમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં બાઇક ચાલક જયંતીભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું.

      સિવાય ડીસા તાલુકાના પેછડાલ પાસે પણ હિટ એન્ડ રન ની ઘટના બની હતી . જેમાં બાઈક ને ઈકો ગાડીના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેનું પણ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત બાદ ઇકો ગાડીનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો આમ ડીસા પાસે આજે બે અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નિપજયા હતા બનાવને પગલે ડીસા તાલુકા અને આગથળા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Download Our B K News Today App



Related News