સાબલવાડનો યુવાન ખેડૂત ઘરમાંજ ઢળી પડતા મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-23 15:24:20
  • Views : 86
  • Modified Date : 2023-10-23 15:24:20

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં હાર્ટએટેકથી યુવાનોના મોત નિપજવાની ઘટના સતત સામે આવી રહી છે. યુવાનોમાં એક પ્રકારે ચિંતાનો માહોલ સર્જાયો છે. સાબરકાંઠા જિલ્લામાં એક મહિનામાં આ ત્રીજો બનાવ છે, કે યુવાન વયે હાર્ટએટેક આવવાથી મોત નુપજ્યુ હોય. ઈડર તાલુકાના સાબલવાડ ગામના એક ખેડૂતને ઘરમાં જ હોવા દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નિપજ્યુ છે.સાબલવાડ ગામના 42 વર્ષીય ખેડૂત યુવક ઘરમાં જ હતા, એ વખતે તેઓને અસ્વસ્થતા જણાઈ હતી અને એકાએક જ ઘરમાં ઢળી પડ્યા હતા. બેહોશ જેવી સ્થિતિમાં લાગતા પરિવારજનોએ તેમને તુરત જ ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમનુ મોત નિપજ્યુ હોવાનુ તબીબોએ જણાવ્યુ હતુ. આ અગાઉ ગત ભાદરવી પૂર્ણિમાના દિવસે હિંમતનગરના 22 વર્ષીય યુવાન કેવિન રાવલનુ ઘરમાં જ ઢળી પડતા મોત નિપજ્યુ હતુ. અરવલ્લીમાં પણ પંદરેક દિવસ અગાઉ 35 વર્ષીય યુવક હાર્ટએટેકથી ઢળી પડતા મોતને ભેટયાના સમાચાર હતા.

Download Our B K News Today App



Related News