થરાદ માર્કેટ યાર્ડ ખાતે બપોર ના સમયે યોગ સંવાદ કાર્યક્ર્મ યોજવામા આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-30 11:04:36
  • Views : 257
  • Modified Date : 2021-07-30 11:04:36

     એપીએમસી ખાતે બપોરે ના સમયે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી  થરાદ વાવ લાખણી અને સૂઇગામ તાલુકાનો યોગ સંવાદ કાર્યક્રમ યોજયો હતો એના અનુસંધાનમાં ખાનગી મિટિંગનું આયોજન થરાદ માર્કેટ યાર્ડ ના  મીટીંગ હોલમાં થયું જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માંથી નિમેશભાઈ ચૌધરી અને દર્શન ભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા થરાદના યોગ કોચ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું અને યોગકોચ  દશરથભાઈ સોનીએ આભારવિધિ કરી હતી અને  થરાદ વાવ લાખણી અને સૂઇગામ તાલુકાના યોગનો પ્રસાર અને પ્રચાર થાય અને વધુમાં વધુ લોકો યોગમાં જોડાય તે હેતુથી ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં થરાદ ખાતે યોગસંવાદ કાર્યક્રમાં યોજવાનો હોય જેમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજી   થરાદ ખાતે પધારવાના છે અને થરાદ લાખણી તાલુકા યોગ કોચ તથા યોગ ટ્રેનરો હાજરી આપી હતી.

Download Our B K News Today App



Related News