ડીસા તાલુકાના રસાણા મોટા ગામે મહિલા સાથે એક શખ્સે દુષ્કર્મ આચરતા ભોગ બનનાર મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:34:39
  • Views : 7936
  • Modified Date : 2021-10-22 11:34:39

 

બનાસકાંઠા જિલ્લામાં મહિલા પર અત્યાચારના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા મોટા ગામે એક મહિલા ખેતરમાં ઢોરો માટે ચાર લેવા માટે ગયેલ હતી અને જે બાદ મહિલાનો ભાઈ બાઈક લઈને ખેતરે આવેલ અને મહિલાએ ચાર નો ભારો તેના ભાઈ ના બાઈક પર પાછળ બાધેલ  બાઈક પર બેસવાની જગ્યા ન હોવાથી મહિલાનો ભાઈ બાઈક લઈને નીકળી ગયેલ જે બાદ મહિલા ખેતર થી ચાલતી પોતાના ઘર તરફ જઈ રહી હતી તે વખતે સુરેશજી પરબતજી ઠાકોર તેનું મોટરસાયકલ લઇ આવેલો અને મહિલા પાસે આવી  બાઇકને ઉભુ રાખ  મહિલાને બાઈક પર બેસાડી રસાણા નહેરની કેનાલના ફોશિયા પાસે બાઈક ઉપર રાખેલું જે બાદ સુરેશજી પરબતજી ઠાકોરે મહિલાનો હાથ પકડી બળજબરીપૂર્વક એક ખેતર માં લઇ ગયેલ જે બાદ મહિલાના મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સુરેશજી પરબતજી ઠાકોરે તેના મોટરસાયકલ પર મહિલા ને બેસાડી મહિલાના ઘરની બહાર મહિલાને ઉતારી જતો રહેલ જે બાદ મહિલાએ સમગ્ર ઘટનાની વાત તેના પરિવારને કરતા આજરોજ મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે સુરેશજી પરબતજી ઠાકોર રહે.ચંડીસર તા. પાલનપુર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News