ડીસામાં સેવાકીય પ્રવુતિમાં અગ્રેસર એવા રોટરી કલબ દ્વારા ડીસાની એક મહિલાને નવી દ્રષ્ટિ મળી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-08 10:30:00
  • Views : 236
  • Modified Date : 2021-12-08 10:30:00

 

રોટરી કલબ ડીસામાં રોટેરિયન  ડો.ડીકેશભાઈ ની માનદ સેવા થી મોતિયા ના તદ્દન ફ્રી ઑપરેશન કરવા માં આવે છે જેમાં સારી ક્વોલિટી નો લેન્સ નાખવામાં આવે છે અંતર્ગત સ્પોર્ટ્સ ક્લબ ડીસા ના પાછળ ના નહેરુ નગર વિસ્તાર માં રહેતા રૂખી બેન ઠાકોર નું મોતિયા નું સફળ ઓપરેશન ગઈ કાલે કરવામાં આવ્યું હતું ઓપરેશન ની વિશેષતા હતી કે રૂખી બેન ને ડાયાબિટીસ ની પણ બીમારી હતી જેમની તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ રો. ડો.બળવંતભાઈ પંચાલ સાહેબ દ્વારા કરી  ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં આવેલ ત્યારબાદ સફળ ઓપરેશન ડો.ડીકેશભાઈ કર્યું હતું પ્રોજેક્ટ છેલ્લા ત્રણ વર્ષથી રો.પ્રવીણભાઈ વ્યાસ ના સહયોગ થી ચલાવવામાં આવે છે જેમાં લેબોરેટરીની સેવા ગાયત્રી લેબ ના રો.નટુભાઈ પટેલ દ્વારા આપવા માં આવે છે આમ  બધા રોટરિયન મિત્રો ના સહિયારા પ્રયાસ થી રુખીબા ને નવી દ્રષ્ટિ મળી હતી.

 

Download Our B K News Today App



Related News