રાજેસ્થાન ભરતપુરની મહિલા પાંચ મહિનાથી કોરોના સંક્રમિત; 31 વખત ટેસ્ટ કરાવ્યા, તમામ વખતે પોઝિટિવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 12:14:21
  • Views : 416
  • Modified Date : 2021-01-22 12:14:21

    સામાન્ય રીતે કોરોના વાયરસનું સંક્રમણ 14 દિવસમાં ખતમ થઈ જાય છે. પરંતુ, રાજસ્થાનના ભરતપુરની એક મહિલા છેલ્લાં પાંચ મહિનાથી કોરોના સંક્રમિત છે. શહેરના અપના ઘર નામના આશ્રમમાં રહેતા 30 વર્ષના શારદા દેવી અત્યાર સુધીમાં 31 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 17 RT-PCR અને 14 રેપિટ એન્ટીજન ટેસ્ટ સામેલ છે. તેઓને એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી છે, પરંતુ કોરોના છે કે જવાનું નામ જ નથી લેતો. વચ્ચે રસપ્રદ વાત એ છે કે કોરોના રિપોર્ટ સતત પોઝિટિવ આવ્યો હોવા છતા શારદા દેવી પોતાને સ્વસ્થ અનુભવે છે. આખો દિવસ પોતાના કામ તેઓ જાતે જ કરે છે. આ દરમિયાન તેમનું વજન પણ 8 કિલો જેટલું વધી ગયું છે. ડોકટર્સ માટે શારદા દેવીનો કેસ વિચિત્ર બની રહ્યો છે.

    જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિશેષજ્ઞ ડૉ. પ્રદીપ કુમાર કહે છે કે, 'કોરોના પોઝિટિવ હોવા છતાં શારદા બીજા માટે ખતરારૂપનથી. કેમકે તેમની બોડીમાં રહેલા કોરોના વાયરસ એક્ટિવ નથી. એટલે કે હવે તેમનાથી બીજામાં સંક્રમણ નહીં ફેલાય. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને આઈસોલેશનમાં રાખવા જરૂરી છે.'

    ડૉ. પ્રદીપ કુમારના જણાવ્યા મુજબ, 'કોરોના રિપોર્ટ સતત પોઝિટિવ હોવાના બે કારણ હોય શકે છે... પહેલું એ કે પેશન્ટના મ્યૂકોઝામાં ડેડ વાયરસ સ્ટોર થઈ ગયા છે. આ કારણે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવે છે. અને બીજું એ કે તેમની ઈમ્યૂનિટી ઘણો જ લૉ છે, જેનાથી સંક્રમણ સંપૂર્ણ રીતે ખતમ નથી થયું. જો કે તેની સટીક જાણકારી માટે તપાસ કરવી જરૂરી છે.'ડૉકટરની સલાહને પગલે શારદા દેવી પાંચ મહિનાથી બે રૂમના એક વિશેષ આઈસોલેશન રૂમમાં જેલ જેવું જીવન પસાર કરવા માટે મજબૂર છે. આશ્રમના અધ્યક્ષ ડૉ. બીએમ ભારદ્વાજે કહ્યું કે, 'શારદાને બઝેરા ગામમાંથી અહીં લાવ્યા હતા. ત્યારે તેમનો રિપોર્ટ કરાતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓ આશ્રમના પહેલા કોરોના પોઝિટિવ હતા. તેમનો પહેલો ટેસ્ટ 28 ઓગસ્ટ 2020નાં રોજ કરાયો હતો.'

    અપના ઘર આશ્રમમાં હાલ શારદા દેવી સહિત 4 કોરોના પોઝિટિવ દર્દી છે. કોરોના પોઝિટિવ હોવાને કારણે શારદાને ઓગસ્ટના અંતમાં ભરતપુરની RBM હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં ડોકટર્સે એવું કહીને પરત મોકલી દિધા કે તેમની માનસિક અને શારીરિક સ્થિતિ યોગ્ય નથી, તેથી એક એટેન્ડન્ટ સાથે રાખવા પડશે. જે બાદ આશ્રમે પોતાનું કોવિડ સેન્ટર ખોલ્યું. હવે તેમને જયપુર શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.


Download Our B K News Today App



Related News