ડીસાના વરનોડા અને જેનાલ ગામની સીમમાં રેલ્વે ટ્રેન નીચે મહિલાએ પડતું મૂકી જીવન ટૂંકાવ્યા ઘટનાની આગથળા પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી વધુ કાર્યવાહી હાથ ધરી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-14 11:21:16
  • Views : 248
  • Modified Date : 2021-09-14 11:21:16

     ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા સરહદી વિસ્તારોમાં આત્મહત્યા અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે આજે લોકો નજીવી બાબતમાં આવેશમાં આવી જઈ હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપતા જોવા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અનેક આત્મહત્યાની ઘટના સામે આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મોટા કાપરા ખાતે રહેતા રૂપાબને વિષ્ણુજી ઠાકોર અગમ્ય કારોણસર  ડીસાના વરનોડા થી જેનાલ ગામની સીમમાં રેલ્વે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઘટના ની જાણ રેલવે પોલીસ તેમજ આગથળા પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતક રૂપાબને ઠાકોર ની લાશ ને પીએમ અર્થે લાખણી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી...

Download Our B K News Today App



Related News