રાજકોટમાં ડમ્પરની અડફેટે મહિલા તબીબનું મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-25 14:39:25
  • Views : 110
  • Modified Date : 2023-06-25 14:39:25

 રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના રાજકોટમાં પણ બની છે. રાજકોટમાં ડમ્પરચાલકની અડફેટે મહિલા તબીબનું મોત થયું છે. જો ઘટનાની વાત કરીએ તો રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસેની છે. જ્યાં ટુ વ્હીલર પર જઈ રહેલા ડૉ.આયુષી વડોદરિયાને ડમ્પરચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું છે.ઘટના બાદ ડમ્પરચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો છે. ઘટનાને લઈ આજીડેમ પોલીસે ફરિયાદ નોંધીને ડમ્પરચાલકની શોધખોળ હાથ ધરી છે તો બીજી તરફ ગઈ કાલે રાત્રે વડોદરાના અકોટા દાંડિયા બ્રિજ નજીક અકસ્માત થયો હતો. બાઈક ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને બંન્નેનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

Download Our B K News Today App



Related News