અમદાવાદમાં શિવરંજની પાસે મહિલા કાર ચાલકે એક ટુ-વ્હીલર ચાલક યુવતી સાથે અકસ્માત સર્જયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 14:03:19
  • Views : 77
  • Modified Date : 2024-03-14 14:03:19

અમદાવાદમાં શિવરંજની પાસે મહિલા કાર ચાલકે એક ટુ-વ્હીલર ચાલક યુવતી સાથે અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યુ છે. ચાલક યુવતી 50 મીટર સુધી ઘસડાઈ હતી. જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. આ ઘટનામાં મહિલા કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થઇ હોવાની માહિતી છે.અમદાવાદમાં શિવરંજની નજીક આસોપાલવ ચાર રસ્તા પાસે એક કાર ચાલક વહેલી સવારે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો, તેણે એક ટુ-વ્હીલર ચાલક યુવતીને અડફેટે લીધી હતી.પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા અનુસાર કાર ચાલકે યુવતીને અડફેટે લેતા તે 50 મીટર દૂર સુધી ફંગોળાઇ હતી.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે સિગ્નલ બંધ થવાની તૈયારી હતી, જેથી કાર ચાલકે તેની કાર પૂરપાટ દોડાવી હતી અને અકસ્માત સર્જ્યો હતો.અકસ્માતમાં યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ટ્રાફિક પોલીસે યુવતીને તાત્કાલિક અન્ય લોકોની મદદ લઇને સારવાર માટે ખસેડી હતી. કાર ચાલકે અન્ય બે લોકોને પણ અડફેટે લીધા હોવાનું જાણવા મળ્યુ છે.

Download Our B K News Today App



Related News