દિલ્લીમાં પણ લોકડાઉન :કેજરીવાલે વીકએન્ડ કર્ફ્યુ લાગુ કર્યો, 5 સપ્તાહમાં 25 ગણા કેસ વધ્યા, મોલ-જિમ-બજારો- ખાનગી ઓફિસો બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 13:49:52
  • Views : 368
  • Modified Date : 2021-04-15 13:49:52

    દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસકોન્ફરન્સ કરીને આ વિશે જાહેરાત કરી છે. જોકે વિકએન્ડ કર્ફ્યુમાં પણ જરૂરી સેવાઓ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વીકએન્ડ કર્ફ્યુ શુક્રવારે રાતે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં લાગુ કરવામાં આવશે. વીકએન્ડ કર્ફ્યુ વિશે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. જેમની લગ્નની તારીખ નક્કી છે તેમને પાસ આપવામાં આવશે. મોલ, જિમ, સ્પા, બજાર અને અન્ય દુકાનો બંધ રાખવામાં આવશે. સિનેમા હોલ 30 ટકા ક્ષમતાથી ચાલુ રાખવામા આવશે.

   *  condition of corona in delhi
24 કલાકમાં નવા આવેલા કેસ: 17,282
24 કલાકમાં થયેલા મોત: 104
કુલ કેસ: 7,67,438
એક્ટિવ કેસ: 50,736
અત્યાર સુધી થયેલી મોત: 11,540


    વિકએન્ડમાં વિસ્તાર પ્રમાણે એક બજાર ખુલ્લુ રાખવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, પાંચ દિવસ લોકો કામ કરે પરંતુ વિકએન્ડમાં ઘરે રહેવાનો પ્રયત્ન કરે. જો કોઈને હોસ્પિટલ જવું હોય તો એરપોર્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જવું હશે તો તે લોકોને છૂટ આપવામાં આવશે. પરંતુ તે માટે પાસ લેવો પડશે.દેશના પાટનગર દિલ્હીમાં કોરોનાના કારણે હાહાકાર શરૂ થઈ ગયો છે. દિલ્હીની હોસ્પિટલોમાં બેડ્સની અછત છે અને ઓક્સિજન સિલિન્ડર પણ નથી મળી રહ્યા. બીજી સ્મશાન ઘાટની બહાર પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ મહાસંકટ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે એક મહત્વની બેઠક થઈ હતી.

    દિલ્હીમાં હાલ પહેલેથી જ નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જ્યાં વધારે કેસ છે ત્યાં કન્ટેન્ટમેન્ટ ઝોન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આટલા પ્રતિબંધો પછી પણ કેસ ઓછા નથી થઈરહ્યા.બુધવારે રાજ્યમાં 17,282 લોકોને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 9,952 લોકો સ્વસ્થ થયા અને 104 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 7.67 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.05 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 11,540 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં 50,736 દર્દી સારવાર લઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News