ઉનાળામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-08 18:18:18
  • Views : 80
  • Modified Date : 2024-06-08 18:18:18

ઉનાળામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કોલેરા ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આણંદના પેટલાદ તાલુકામાં કોલેરા ફેલાવવાની દહેશત છે. પેટલાદના સિલવઈ ગામમાં કોલેરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે.કોલેરાનો કેસ નોંધાતા સિલવઇ ગામ અને આસપાસનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કાર્યો છે.કોલેરા મુક્ત કરવા માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા છે.આસપાસના ગ્રામજનોને પણ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરના 16 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. આશરે 300 જેટલા લોકોને દૂષિત પાણીના કારણે કોલેરાની અસર થઈ. જેનું મુખ્ય કારણ છે રાણી બાગ પાસે આવેલા પાણીનો ટાંકી.જેના પર કોઈ પ્રોટેક્શન ન હતુ અને જેના કારણે પાણી દૂષિત થતા કોલેરા ફેલાયો છે.

 

Download Our B K News Today App



Related News