સુરતમાં ભારે પવનના કારણે પાણીની ટાંકી ઉડીને રાહદારીના માથા પર પડી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-17 15:30:54
  • Views : 125
  • Modified Date : 2023-06-17 15:30:54

સુરત પરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. તેમ છતાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે પતરા ઉડવાની સાથે સાથે મકાનની છત પર રાખવામાં આવેલી પાણીની ટાંકીઓ પણ ફંગોળાઈને નીચે પડી રહી છે. ત્યારે ભેસ્તાન વિસ્તારમાં રસ્તા પર જઈ રહેલા યુવક પર પાણીની ખાલી ટાંકી પડતાં યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાયો હતો.કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત એક બાળકી માટે ચરિતાર્થ થઈ હતી. બાળકી અને યુવક સામ સામે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન ભેસ્તાન આવાસની ટેરેસ પર રહેલી પાણીની ખાલી ટાંકી ઉપરથી જાણે આફત આવી રહી હોય તે રીતે યુવકના માથા પર પડી હતી. જ્યારે બાળકી થોડી આગળ જતી રહેતા તે બચી ગઈ હતી.શુક્રવારે સાંજે સર્જાયેલી આ ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેમાં એક યુવક શાંતિથી રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ભારે પવનના કારણે ટેરેસ પરથી પાણીની ખાલી ટાંકી ધડામ દઈને યુવકના માથા પર પડી હતી. જેથી યુવક ત્યાં જ પાણીના ટાંકા નીચે દબાઈ ગયો હતો. બાદમાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને ટાંકા નીચેથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.સુરતના સચિન હોજીવાળામાં બોઇલર બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોતસુરતમાં ફરી એક વાર બોઇલર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. સુરતમાં સચિન હોજીવાળામાં બોઇલર બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયા હતા.સવારે 9 કલાકે સુરતના સચિન હોજીવાળા વિસ્તારમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ધડાકાનો મોટો અવાજ આવ્યો હતો. જેના પગલે અફરા તફરી મચી ગઇ હતી અને લોકો એકઠા થઇ ગયા હતા. બ્લાસ્ટની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે. મૃતકનું નામ પપ્પુ સફાઈ લાલ યાદવ અને તેની ઊંમર 25 વર્ષ હોવાની માહિતી મળી છે.

Download Our B K News Today App



Related News