ડીસા તાલુકાના થેરવાડા ગામે આજે ડીસા તાલુકા પી.આ ઈ એમ.જે ચૌધરીની અધ્યક્ષતામાં પશુઓ માટે પાણીની પરબ નું લોકર્પણ કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-29 12:03:47
  • Views : 324
  • Modified Date : 2021-12-29 12:03:47

 

ડીસા તાલુકાના થેરવાડા ગામે જૈન સમાજના અગ્રણી સ્વ.વાણીગોતા ભીખાલાલ પુનમચંદ શાહ અને સ્વ.વાણીગોતા મંજુલાબેન ભીખાલાલ શાહના સ્મરણાથે આજે ડીસા તાલુકા પોલીસ મથકના પી.આઈ એમ.જે ચૌધરીની અધ્યક્ષતામાં પશુઓ માટે પાણીના નુ પરબ નું લોકર્પણ કરવામાં આવ્યું હતું.ખાસ કરીને થેરવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી ગાયોને પીવા માટે પાણી મળી રહે તે માટે હવાડાની વ્યવસ્થા હતી.જેના કારણે પશુઓને ઠેર ઠેર પાણી માટે ભટકવું પડતું હતું.ત્યારે આજે પશુઓને પાણીની સુવિધા મળી રહે તે માટે હવાડાનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં થેરવાડા ગામના મહાવીરકુમાર શાહ, દશરથકુમાર શાહ તેમજસમસ્ત વાણીગોતો પરીવાર થેરવાડા આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.અને તાલુકા પી.આઈ એમ.જે ચૌધરીનું ગામ લોકો દ્વારા ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ગામના સરપંચ કરમશીભાઈ ચૌધરી, પૂર્વ સરપંચ અરજણભાઈ, રૂપાભાઈ ચૌધરી,જોઈતાભાઈ  ચૌધરીકરશન ભાઈ ચૌધરી   ઈશ્વર ભાઈ ચૌધરી  બળવંતજી ઠાકોર, ડે પ્પુટી સરપંચ દશરથજી ઠાકોર તેમજ દવે ઇશ્વરજી દ્વારા સરપંચનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News