રામ મંદિરને લઇને ફરી ભાભી અને નણંદ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-12 08:49:42
  • Views : 69
  • Modified Date : 2024-01-12 08:49:42

 

 અયોધ્યા ખાતે રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાનાં આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો. જે બાબતે જામનગરનાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. જેને લઈ રિવાબા અને નણંદ નયનાબા વચ્ચે ફરી વાકયુદ્ધ શરૂ થયું હતું. આ બાબતે ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત થતી નથી. આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી. પ્રભુ શ્રી રામ અને કરોડો ભારતવાસીઓની જે આસ્થાનો પ્રસંગ છે. ત્યારે 500 વર્ષથી એક પેન્ડિગ પ્રશ્ન હતો. ત્યારે આગામી સમયમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રાજનીતીથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકાર્ય એવી જ આપ સૌને અભ્યક્તા. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્નિ રિવાબા અને નણંદ નયનાબા વચ્ચે ફરી વાક્ય યુદ્ધ શરૂ થવા પામ્યું છે. જેમાં નયનાબાએ કોંગ્રેસને લઈ રાજનીતિ ન કરવાનું કહ્યું. તેમજ નયનાબાએ નામ લીધા વગર રિવાબાની ઝાટકણી કાઢી હતી. નયનાબાએ જણાવ્યું હતું કે, અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી. તમે છોટી કાશીમાં રહો છો, સંસ્કાર તમારામાં નથી. મંદિર જ્યારે પૂર્ણ બને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય. શંકરાચાર્ય સહિતનાઓએ બહિષ્કાર કર્યો છે. સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભે જ નહી. રામ મંદિરને લઈને ફરી ભાભી નણંદ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે તા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. ત્યારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજર સહિત કોંગ્રેસનાં નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી નહી આપે.

Download Our B K News Today App



Related News