ડીસા ધાનેરા રોડ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાયું હતું. બે આંખલાઓ વચ્ચે સર્જાયેલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-17 11:32:51
  • Views : 341
  • Modified Date : 2022-07-17 11:32:51


ડીસા ધાનેરા હાઇવે પર બે આંખલાઓ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું યુદ્ધ ફેલાતા ની સાથે આજુબાજુના લોકોમાં દોડધામ મચી ગઈ હતી કલાકો સુધી ચાલેલા બે આંખલાઓ વચ્ચેના યુદ્ધના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં પણ દોડધામ મચી ગઈ હતી બીજી તરફ વિસ્તારની બાજુમાં શાળા આવેલી છે અને અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ પણ આખલાના યુદ્ધના કારણે દોડતા નજરે પડ્યા હતા બે આખલાઓ રોડ વચ્ચે ઝઘડાતા હોવાના કારણે આજુબાજુના લોકોમાં પણ બહેનો માહોલ સર્જાયો હતો આખલા ના યુદ્ધનો વિડીયો સ્થાનિક લોકોએ ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો કલાકો સુધી ચાલેલા યુદ્ધમાં કોઈ જાનહાની થઈ હતી પરંતુ આખલાઓના યુદ્ધના કારણે રોડ પર ડરનો માહોલ સર્જાયો હતો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પશુઓના કારણે અનેક ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓના કારણે અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે જેમાં અનેક લોકો તો પશુઓના કારણે અકસ્માતમાં મોતને પણ બેઠાં છે બીજી તરફ સોસાયટીઓમાં પણ અનેકવાર રખડતા પશુઓએ રાહદારીઓને અડફેટે લીધા છે જેના કારણે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો કેટલાક લોકો મોતને ભેટ્યા છે ત્યારે રખડતા પશુઓના કારણે સર્જાતી વારંવાર સમસ્યાને લઈ સ્થાનિક લોકો દ્વારા અનેકવાર સ્થાનિક લેવલે તેમ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે હજુ પણ પશુઓના કારણે અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આવા પશુઓના માલિકો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે


Download Our B K News Today App



Related News