હિંદુ યુવા સંગઠન દ્વારા ભટકતી માનસિક અસ્થિર મહિલા ને સુરક્ષિત જગ્યાએ મોકલાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-03 11:57:21
  • Views : 271
  • Modified Date : 2022-08-03 11:57:21


ડીસા નાં પાટણ ચાર રસ્તા જોડે હનમાંનજી નાં મંદિર જોડે આ માનસિક અસ્થિર મહિલા મળી આવી હતી જેને ભોજન આપી યોગ્ય સ્થળે મોકલી આપી હતી

આ અંગે સંગઠન નાં પ્રમુખ નીતિનભાઈ સોની એ જણાવ્યું કે  સેવાભાવી ભાવેશભાઈ નો ફોન આવ્યો કે એક મહિલા છે જે એકલા છે અને વરસાદ નાં કારણે હેરાન થાય છે.અમે ત્યાં રૂબરૂ જઈ ને પૂછ્યું તો માનસિક લાગ્યા અને સાધ્વી જેવા કપડાં પહેરેલા હતા એમનું નામ પણ જણાવ્યું હતું. વધુમાં પોતાને બસ માં મોકલી દેવાનું જણાવ્યું હતું.જે બાદ મહિલાને હિન્દૂ યુવા સંગઠનની ટિમ દ્વારા  ડીસા ની જ્યોતિ સામજિક સેવા સંસ્થા માં મૂક્યા હતા ત્યાં જમવા અને રહેવાની વ્યવસ્થા કરી હતી.જે બાદ મહિલાને પૂછતા કોઈ વ્યવસ્થિત જવાબ ન મળતાં અમે મહિલા આયોગના ડૉ. રાજુલબેન દેસાઈ ને જણાવ્યું હતું એમનું કહેવું હતું કે હાલ પૂરતું એમને પાલનપુર માં નારી કેન્દ્ર માં મુકાવી દો.જ્યાંથી એમને માનસિક અસ્થિર મહિલા આશ્રમ બાયડ માં મુકાવશું.અમે 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી ને ગાડી બોલાવી ને ડીસા નાં દક્ષિણ પોલીસ સ્ટેશન માં જાણ કરી ને હાલ પાલનપુર નારી કેન્દ્ર માં મુકાયા છે.જ્યાંથી માનસિક મહિલા આશ્રમ માં મુકાશે..

Download Our B K News Today App



Related News