ઉત્તરપ્રદેશના બલરામપુરમાં PPE કિટ પહેરીને કોરોના પોઝિટિવનું શબ નદીમાં ફેંક્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-30 17:20:45
  • Views : 261
  • Modified Date : 2021-05-30 17:20:45

    ઉત્તરપ્રદેેશના બલરામપુરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. તેમાં બે લોકો રાપ્તી નદીમાં શબ ફેંકતા જોવા મળ્યા, જેમાંથી એક વ્યક્તિએ પીપીઈ કિટ પહેરી રાખી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રાંત સહ મંત્રી અભિષેક સિંહે વાઈરલ વીડિયો અધિકારીઓને ટ્વિટ કર્યો. સીએમઓ ડો.વિજય બહાદુર સિંહે મામલાની તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે શુક્રવારે સાંજે એલ-ટૂમાં દાખલ મનકૌરા કાશીરામ ગામ નિવાસી 68 વર્ષીય કોરોના સંક્રમિત પ્રેમનાથ મિશ્રાનું મૃત્યુ થયું હતું. પરિવારના સભ્યોને માહિતી આપવાની કોશિશ કરવામાં આવી, જોકે ફોન બંધ હતો.

Download Our B K News Today App



Related News