આવેદનપત્ર આપવા પહોંચેલા વિપુલ ચૌધરીના સમર્થકો અને પોલીસ વચ્ચે થયું શાબ્દિક ઘર્ષણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-15 14:39:31
  • Views : 218
  • Modified Date : 2022-09-15 14:39:31

 મહેસાણા દૂધ સાગર ડેરીમાં ખોટી મંડળીઓ ઊભી કરીને કરોડોનું કૌભાંડ આચરવા સંબંધે મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની થયેલી ધરપકડના વિરોધમાં મહેસાણા અર્બુદા ભવનથી રેલી નીકળી હતી. જિલ્લા કલેકટર કચેરી પહોંચેલા વિપુલભાઈના સમર્થકોએ કલેકટર ઓફિસમાં પ્રવેશવા માટે પોલીસ સાથે શાબ્દિક ઘર્ષણ કર્યું હતું અને બળજબરી પૂર્વક અંદર પ્રવેશી સૂત્રોચાર કર્યા હતા. આવેદનપત્ર આપ્યા બાદ વિપુલભાઈ ચૌધરી સાથે વીડિયો કોલિંગથી વાત ન થાય ત્યાં સુધી જગ્યા નહીં છોડવાના નિર્ણય સાથે અર્બુદા સેનાના હોદ્દેદારો અને સમર્થકોએ જમીન ઉપર બેસી જઈને રામધૂન બોલાવી હતી. આ સમયે પોલીસે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોગજીભાઈ પટેલ સાથે વિપુલભાઈ ની વાત કરાવતા વિફરેલા સમર્થકો શાંત પડ્યા હતા

 આવેદનપત્ર આપવા પહોંચેલા વિપુલભાઈ ના સમર્થકોએ જણાવ્યું હતું કે, ભાઈ વિરોધ નોંધાયેલી ફરિયાદ અને ધરપકડ તેમને દબાવવા માટે છે. આ એક રાજકારણનો ભાગ છે અને ચૌધરી સમાજ તેમજ પશુપાલકો આ બાબતને સાખી લેશે નહીં. વિપુલભાઈ ની ધરપકડ બાબતે માત્ર ઉત્તર ગુજરાત નહી ગુજરાત ભરમાં આંદોલન થશે અને ત્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કાર્યક્રમ આપતા રહેશુ

Download Our B K News Today App



Related News