ડીસાના ગલાલપુરા પાસેથી વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-11 12:28:39
  • Views : 489
  • Modified Date : 2021-10-11 12:28:39

 

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન ની સરહદે અડીને આવેલો જિલ્લો છે.જેથી અવારનવાર રાજસ્થાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવે છે પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાન થી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય છે તો બીજી તરફ ગુજરાતમાંથી દારૂબંધી માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ અનેક વાર મોટી માત્રામાં ભારતીય બનાવટી નો વિદેશી દારૂ ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આજે વધુ ભારતીય બનાવટી નો વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઇ છે. આજે બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસ ડીસા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ડીસા તાલુકાના ગલાલપુરા નજીક એક  બોલેરો ગાડી નંબર GJ-16-AJ-1410 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે.જેથી એલ સીબી પોલીસે વોચ ગોઠવી બોલેરો ગાડી નંબર.GJ-16-AJ-1410 વાળી ગાડી ને ઉભી રખાવી તેની તલાશી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ/બિયર નંગ-782 જેની કિંમત રૂ.3,15,889 તથા બોલેરો  ગાડી ની કિંમત રૂ. 4,00,000 તથા એક મોબાઈલ જેની કિંમત રૂ.500 તથા રોકડ રૂ.500 આમ કુલ મુદામાલ રૂ.7,17,089 ના મુદામાલ સાથે ગાડી ચાલક શામળારામ માધાજી વિશ્ર્નોઈ રહે.ભાટીપ તા.રાણીવાડા (રાજસ્થાન)ને પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News