હોસ્પિટલ અને શાળા બાદ હવે ગૌશાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું : વેદલક્ષણા પંચગવ્યઆયુર્વેદના માધ્યમથી કરાય છે ઉપચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-10 11:16:04
  • Views : 296
  • Modified Date : 2021-05-10 11:16:04

     સમગ્ર દેશ ,રાજ્ય અને બનાસકાંઠામાં કોરોના કહેર વધ્યો છે. જેને લઈને  ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર અને  આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સારવાર મળી રહે તે માટે હવે  ગૌશાળાના સંચાલકો સામે આવ્યા છે.અને તેવોએ પણ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર શરૂ કરી છે ,જેમાં બનાસકાંઠાના ડીસા નજીક આવેલી ટેટોડા  ગૌશાળામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આયુર્વેદ અને એલોપેથી દવાઓના માધ્યમથી ઉપચાર કરવામાં આવી રહ્યો છે .જ્યાં વેદલક્ષણા ગૌથી પ્રાપ્ત થયેલ પંચગવ્ય જેમાં ગૌમુત્ર, ઘી, દૂધ તથા દહીં સાથે અનેક આયુર્વેદિક ઔષધીથી તૈયાર કરવામાં આવેલું પંચગવ્યામૃત ઔષધીઓ દ્વારા દર્દીઓને  સારવાર આપવામાં આવી રહી છે . જ્યારે દર્દીઓને ગોબર, ગૌમુત્રના ખાતરથી ઉગાડેલું અનાજ અને મસાલાઓથી નિર્મિત ભોજન પ્રસાદ આપવામાં આવી રહ્યો છે

     તેમજ કોરોના દર્દીઓને વૈદ્યલક્ષણ covid19 centerમાં પૂજા-ઉપાસના, ગોધૃત, ગુગળ અને હવન સામગ્રીથી પ્રતિદિન યજ્ઞ ધૂપ દ્વારા વાતાવરણમાં કોરોના દર્દીઓ માટે પ્રાણશક્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાજારામ ગૌશાળામાં આશ્રમમાં તૈયાર થયેલા વૈદ્યલક્ષણ Covid Care Centerમાં 50 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 1 આયુર્વેદ અને 1 એલોપથી ડૉકટર સાથે 5 નર્સ કોવિડ દર્દીઓને સારવાર આપી રહી છે . કોવિડ કેર સેન્ટરમાં ઠંકડ રહે તે હેતુથી સમગ્ર કોવિડ કેરની આજુબાજુ ઘાસ લગાવવામાં આવ્યું છે. જેથી કોવિડ સેન્ટરમાં કુદરતી રીતે તાપમાન જળવાઈ રહે તેમજ આશ્રમમાં

     પાંચ હજાર ગાયોના નિવાસ સાથે કુદરતી વાતાવરણમાં દર્દીઓને સારવાર મળી રહી છે અંગે ગૌશાળાના સંચાલક રામરતન મહારાજે જણાવ્યું હતું કે કોરોનાનું સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયું છે. ભારતીય આયુર્વેદમાં મહામારી તેમજ અસાધ્ય રોગોને ઈલાજ માટે ગાય માતા દ્વારા તૈયાર થયેલા ખોરાક દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ આપશે.જ્યારે આયુર્વેદ અને એલોપથી ઈલાજના કારણે દર્દીઓ જલ્દી સાજા થશે. વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ પદ્ધતિથી દર્દીઓની સારવાર થશે. પાંચ હજાર ગાય જ્યાં રહે છે ત્યાં તેમની સાથે રહી કુદરતી વાતાવરણમાં કોરોના દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

     બનાસકાંઠાએ રાજસ્થાનને અડીને આવેલો જીલ્લો હોવાથી અને ગૌશાળામાં અલગ પદ્ધતિથી કોરોનાના દર્દીઓની સારવાર અને સેવા કરાતી હોવાથી અને દર્દીઓના સ્વાસ્થ્ય જલ્દી સુધારતા હોવાથી અહીં બનાસકાંઠાના વિવિધ તાલુકાના અને રાજસ્થાનના અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે અને અહીંની અનોખી પદ્ધતિથી સારવારમાં તેમની તબિયત સુધરતી હોવાથી તેવોએ ખુશી વ્યક્ત કરી હતી.

     કોરોનાની બીજી કહેરમાં અનેક લોકોના કરુણ મોત નીપજી રહ્યા છે તો બીજી બાજુ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જતાં બેડ ખાલી નથી જેવામાં અનેક લોકોને સારવાર લેવા માટે વલખાં મારવા પડી રહ્યા છે ત્યારે ટેટોડાની રાજારામ ગૌશાળા તેની અનોખી પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિથી કોરોનાના દર્દીઓની સારવાર કરીને તેમને જીવતદાન આપી રહી છે.

Download Our B K News Today App



Related News