દેશના વીર શહીદો માટે 'અ રાઈડ ફોર સોલ્જર્સ'ના અભિયાન અંતર્ગત વીર શહીદોને અનોખી શ્રદ્ધાંજલી અપાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 12:04:27
  • Views : 248
  • Modified Date : 2021-02-05 12:04:27

    દેશના વીર શહીદો માટે મહારાષ્ટ્રના પાંચે લોકોએ 'અ રાઈડ ફોર સોલ્જર્સ'ના અભિયાન અંતર્ગત અનોખું આયોજન કર્યું છે જેમાં ગુજરાતના કોટેશ્વરથી અરુણાચલના કેબિટુડમ સુધી સાયકલ પ્રવાસ ખેડી વીર શહીદોને અનોખી શ્રદ્ધાંજલી આપશે.

    વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ. દુનિયામાં આગવી ઓળખ અને સૈન્ય શક્તિમાં આગેવાન દેશ. આપણાં દેશની આઝાદીથી આજ સુધી ભારતે ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધમાં ઉતરવું પડ્યું. આ ઉપરાંત દેશના નક્સલ પ્રભાવિત અને અન્ય કેટલાક બનાવોમાં અનેક સૈનિકો શાહિદ થયા. દેશ માટે બલિદાન આપનાર આવા વીર સપુતોનું ઋણ કોઈ રીતે ચૂકવી ન શકાય...ઘર,પરિવાર,મોજ શોખ છોડી અનેક સમસ્યાઓ વચ્ચે દેશ માટે જીવનનું બલિદાન આપનાર આવા વીર શહીદોને માટે, તેમના જીવનથી અન્ય લોકોને પ્રેરણા મળે એવા આશયથી પાંચ વ્યક્તિઓએ અનોખી કામગીરી આરંભી છે.'અ રાઈડ ફોર સોલ્જર્સ'ના અભિયાન અંતર્ગત ચાલીસ દિવસના આ આયોજન અંતર્ગત ગુજરાતના કોટેશ્વરથી આ સાયકલ યાત્રા શરૂ થઈ છે. કોટેશ્વરથી સાયકલ યાત્રા શરૂ કરનાર આ ગ્રુપના પાંચેય સભ્યો મહારાષ્ટ્રના છે ત્યારે સાયકલ યાત્રા ગુજરાતના કોટેશ્વરથી શરૂ કરવા અંગે અમારા પ્રતિનિધિ સાથે વાત કરતાં આ જૂથના કન્વીનર માણિક દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં સુરજ આથમે છે અને અરુણાચલ ખાતેના કેબિટુડમ ખાતે સુરજ સૌથી પહેલા ઉગે છે. આમ અંધકારથી ઉજાસ તરફની સાયકલ યાત્રા અંગે માહિતી આપી હતી...

 

Download Our B K News Today App



Related News