મેનમેડ જંગલને વધારવા આ પ્રકૃતિ પ્રેમીની અનોખી પહેલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-27 16:00:52
  • Views : 98
  • Modified Date : 2023-06-27 16:00:52

મહેસાણા: ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા પર્યાવરણના સુધાર માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.દરેક લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતી આવે અને વધુમાં વધુ લોકો વૃક્ષો વાવે તે અંગે લોકોને જાગૃત કરે છે. તેઓએ ચોમાસાની ઋતુમાં નોખા પહેલની શરૂઆત કરી છે.વિજાપુર તાલુકા પાસે આવેલા તિરુપતિ ઋષિવનમાં ઉગાડેલા યુનિક વૃક્ષોના બી અન્ય ખાલી જગ્યાઓમાં લઈ જઈ નાખી રહ્યા છે.ચોમાસાની સીઝન શરૂ થતા જ વૃક્ષોમાં બીજ બનવા લાગે છે. આ બીજનો સદઉપયોગ થાય અને અન્ય ખાલી પડેલી જગ્યાઓ પર વૃક્ષ ઉગે તે હેતુંથી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા જાંબુ, ખજૂર , લિંબોડી વગેરેના બીજ એકત્ર કરી ગૌચર જમીનમાં નાખવામાં આવી રહ્યા છે, જેથી ગૌચર જમીનમાં વૃક્ષો ઉગે અને હરિયાળી થાય.પર્યાવરણ પ્રેમી જીતુભાઈનું કહેવું છે કે આપણે સૌ વૃક્ષોનું બિયારણ એકત્ર કરી તેને ખાલી અથવા ગૌચર મીનમાં નાખવામાં આવે તો ત્યાં જંગલ ઊભા થઈ શકે જેની મદદથી આપણા પર્યાવરણમાં સુધારો આવી શકે.પ્રકૃતિ પ્રેમી જીતુભાઈ દ્વારા તેમના તિરુપતિ ઋષિ વનમાં કામ કરતા કર્મચારીઓને વિવિધ ઝાડના બી એકત્ર કરી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.કર્મચારીઓ વૃક્ષના બી એકત્ર કરી રાખે છે. આ બીને તેઓ જંગલમાં લઈ જઈ પુખે છે જેનું ખુબ સારું રિઝલ્ટ મળ્યું છે.

 

Download Our B K News Today App



Related News