અનોખી અંતિમયાત્રા ! સુરતના કરંજ ગામ વાજતે ગાજતે નકળી સ્મશાનયાત્રા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-27 16:37:14
  • Views : 98
  • Modified Date : 2023-06-27 16:37:14


મરણ પ્રસંગે મરસિયા ગવાય અને જે મૃત્યું પામ્યું હોય તેને યાદ કરી કરીને તેના પાછળ કરૂણ રૂદન કરાતું હોય છે પરંતુ સુરતના કરંજ ગામ એક વૃદ્ધાના મૃત્યું પછી એક અલગ જ રીતે અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. કરંજ ગામે અલગ પ્રકારની નીકળેલી અંતિમયાત્રાને લઈ સૌ કોઈ અંચબિત થઈ ગયા હતાં.   સુરતના કરંજ ગામે અંતિમયાત્રામાં DJ સામેલ કરાયું હતું તેમજ પરિવારે અંતિમયાત્રામાં ફટાકડા પણ ફોડ્યા હતાં. અત્રે તમને જણાવી દઈએ કે, કરંજ ગામે 103 વર્ષીય દિવાળીબેનનું અવસાન થયું હતું. 103 વર્ષે દિવાળી બેને અંતિમ શ્વાસ લીધા હોવાથી પરિવારે વાજતે ગાજતે DJ સાથે અંતિમયાત્રા નિકાળી હતી.ડી.જે સાથે ફટાકડા ફોડી પરિવારજોએ અંતિમ યાત્રા નીકાળી હતી તેમજ આ સાથે કોરિયાના મશાલ પ્રગટાવવામાં આવી હતી. 103 વર્ષિય વૃદ્ધાની ડી જે સાથે નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જે અંતિમ યાત્રાએ સૌ કોઈના ધ્યાન આકર્ષયા હતાં તેમજ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા

 

Download Our B K News Today App



Related News