લાલપુર ગામે એક યુવકે તેના જન્મદિવસ નિમિત્તે ગામમાં આવેલી રામદેવ ગૌશાળામાં 160 જેટલી ગાયોને તરબૂચ ખવડાવીને જન્મ દિવસની ઉજવણી કરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-23 12:30:32
  • Views : 341
  • Modified Date : 2021-05-23 12:30:32

     લાખણી તાલુકાના લાલપુર ગામે અનોખી ઉજવણી કરવામાં આવી હતી..જેમાં અત્યારે માણસો પોતાના વિવિધ પ્રસંગોમાં વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે. હવે પ્રજામાં પણ જીવદયાની લાગણી જોવા મળે છે. ગામમાં કોઈ પણ સારા કે ખરાબ પ્રસંગે ગૌશાળાને યથાશક્તિ પ્રમાણે જીવદયા નુ કામ કરે છે. જેમાં જન્મદિવસ, મરણપ્રસંગે, ધાર્મિક પ્રસંગે પણ ગાયોને યાદ કરીને ઉજવણી કરતા હોય છે. તેવી રીતે લાલપુર ગામે ગામના શાહ પ્રવીણભાઈ શાંતિલાલ તેમના જન્મદિવસ નિમિત્તે ગામમાં આવેલી રામદેવ ગૌશાળાની અંદાજે 160 જેટલી ગાયોને તરબૂચ ગાયોને રૂબરૂ જઈને ખવડાવેલ ગાયોના આશીર્વાદ મેળવ્યા હતા. પ્રસંગે પ્રવીણભાઈએ ગ્રામજનોને અપીલ કરી હતી કે દરેક પ્રજાને તેમના ત્યાં ઉજવાતા પ્રસંગનોમાં જેવા કે મરણપ્રસંગ,જન્મદિવસ,ધાર્મિક પ્રસંગમાં કોઈ કાર્ય કરતા હોય ત્યારે આપણી ગૌશાળાને યાદ કરીને યથાશક્તિ પ્રમાણે દાન આપવા વિનંતી કરી હતી..આહ પ્રસંગે ઠાકોર અજુજુ,બાબુજી વરજાંગભાઈ પટેલ,બાબુભાઇ મેમણ,લેરાજી ઠાકોર તથા ગૌસેવા ભાવિ એવા સ્વ.રૂપાભાઈ ઠાકોરને તેમના કામગિરી કરેલ તે નિમિતે તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Download Our B K News Today App



Related News