ડીસા એસ સી ડબલ્યુ સ્કૂલ પાસે આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે અનોખી ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-21 11:39:36
  • Views : 269
  • Modified Date : 2022-08-21 11:39:36

 

હાલમાં હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ડીસાના એસસીડબલ્યુ સ્કૂલ પાસે આવેલ રામેશ્વર મંદિર ખાતે પણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શંકરના મંદિરને શણગારી અનોખી ઉજવણી કરાઈ હતી

 

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસે સૌથી પવિત્ર મહીનો માનવામાં આવે છે આ સમગ્ર મહિના દરમિયાન હિન્દુ ધર્મના લોકો ભગવાન શંકરની ભક્તિમાં લીન થઈ પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે ડીસાના સ્કૂલ પાસે આવેલ રામેશ્વર મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની નિમિત્તે દર વર્ષે ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથની ભક્તિ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શંકરની વિશિષ્ટ પૂજા અર્ચના કરવામાં આવી હતી શ્રાવણ માસ નિમિત્તે ભક્તો દ્વારા ભગવાન શંકરની મૂર્તિને ફૂલો અને દીવડાઓથી શણગારવામાં આવી હતી અને જે બાદ મહા આરતી કરવામાં આવી હતી.જન્માષ્ટમી પર્વ હોય ભક્તો દ્વારા રામેશ્વર મહાદેવના મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણની જન્મ દિવસ ની પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News