ડીસા તાલુકાના આસેડા ગામે ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-16 12:36:07
  • Views : 236
  • Modified Date : 2022-01-16 12:36:07

હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું મહત્વ રહેલું છે..ખાસ કરીને દર વર્ષે ઉજવાતા તહેવારોમાં હિન્દુ ધર્મના લોકો ધામધૂમપૂર્વક દરેક ઉત્સવ ઉજવતા હોય છે ત્યારે ઉત્તરાયણ પર્વની સમગ્ર ગુજરાતભરમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ ચાલુ વર્ષે કોરોના મહામારીમાં મંદી વચ્ચે પણ ઉત્તરાયણ પર્વની લોકોએ ઉજવણી કરી હતી ખાસ કરીને સવારથી જ લોકો પોતાના ઘરની આગાસી પર ચડીને પતંગ ચગાવતા નજરે પડયા હતા તો બીજી તરફ ઉત્તરાયણ પર્વમાં ખાસ દાન પુણ્યનું એક અનેરૂ મહત્વ રહેલું છે જે અંતર્ગત ડીસા તાલુકામાં અનેક જગ્યાએ ઉતરાયણ પર્વ નિમિત્તે લોકોએ ગાયને ઘાસ ખવડાવી ઉત્તરાયણ પર્વની  ઉજવણી કરી હતી જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગામે પણ લોકોએ ઉત્તરાયણ પર્વ પર પતંગ ચગાવી ઉજવણી કરી હતી. જે બાદ ગ્રામજનો દ્વારા ગામમાં આવેલી ગૌશાળામાં ગાયોને ઘાસ ખવડાવી પુણ્ય કર્યું હતું..

Download Our B K News Today App



Related News