ડીસા તાલુકાના ઝેરડા ગામે મહાવીર જયંતીની અનોખી ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 11:30:21
  • Views : 180
  • Modified Date : 2022-04-15 11:30:21


મહાવીર જયંતી છે જેની સમગ્ર ભારતભરમાં જૈન સમાજ દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા તાલુકામાં વસતા જૈન સમાજના લોકો દ્વારા પણ આજે ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો થકી મહાવીર જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ડીસા તાલુકાના ઝેરડા ગામે પણ દર વર્ષની જેમ આ વર્ષે મહાવીર જયંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને કોરોનાવાયરસ ના બે વર્ષ બાદ આજે ઝેરડા ખાતે જૈન સમાજના લોકો દ્વારા આજે મહાવીર જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે ખેડા ખાતે મહાવીર જયંતિ નિમિત્તે જિનવાણી યુવા જૈન ગ્રુપ દ્વારા ગુલાબ શરબત નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝેરડા બસ સ્ટેન ખાતે પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને મહાવીર જયંતી નિમિત્તે ગુલાબ શરબત વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિનવાણી યુવા ગ્રુપ જૈન પરિવારના સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો

 

Download Our B K News Today App



Related News