ડીસા તાલુકાના આસેડા ગામે કૃષ્ણ જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-01 12:25:02
  • Views : 307
  • Modified Date : 2021-09-01 12:25:02

     ડીસા તાલુકાના આસેડા ગામ એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની જન્મની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે તમામ શેરી મહોલ્લાઓ માં લોકો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મની મટકી ફોડી અનોખી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે બીજા દિવસે ડીસા તાલુકાના આસેડા ગામે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ભગવાન શ્રીકૃષ્ણના જન્મની અનોખી ઉજવણી કરવામાં આવી હતી વર્ષોથી ડીસા તાલુકામાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને કૃષ્ણ જન્મ બાદ લોકો પોતાના ઘરે લઈ જવાની અનોખી પરંપરા રહેલી છે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને પોતાના ઘરે રાખી તેની આજુબાજુ આખું ગામ નાચ ગાન કરે છે અને ત્યારબાદ ગામની દીકરીઓને ભોજન પ્રસાદ આપ્યા બાદ આ પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ આ ગામમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી આ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News