ડીસાના મૂડેઠા ગામે ખેતરમાં રમતી બે વર્ષની બાળકી ને સાપ કરડયો: 108 દ્વારા પાલનપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-15 12:07:32
  • Views : 491
  • Modified Date : 2021-07-15 12:07:32

     ચોમાસામાં નાના બાળકોને રેઢા મુકતા પહેલા વિચારજો. ડીસા તાલુકાના મુડેઠા ગામે ખેતરમાં રમતી બે વર્ષની બાળકીને સાપ કરડ્યો હોવાની ઘટના સામે આવી છે. માતા-પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે બે વર્ષ ની બાળકીને સાપ કરડતા તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે. અત્યારે સારવાર બાદ બાળકી ની તબિયત સુધારા પર છે.ડીસા તાલુકાના મુડેઠા ગામ ની.  મુડેઠા ગામમાં ખેતરમાં માતા-પિતા કામ કરી રહ્યા હતા. ત્યારે તેમની બે વર્ષની નાની બાળકી ખેતરમાં તેમની પાસે જ રમી રહી હતી. ત્યારે અચાનક જ સાપે આ બાળકીને ડંખ દેતા જ બાળકી એ ચીસો પાડતાં માતા- પિતાને જાણ થઇ હતી.જે બાદ 108 એમ્બ્યુલન્સ વાન ની ટીમે ઝેર અસરગ્રસ્ત બાળકીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ હતી. જે બે વર્ષની બાળકી હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં  સારવાર બાદ બાળકી ની તબિયત સુધારા પર છે, ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન પાણી ભરાતા કેટલાક સરિસૃપો દરમાંથી બહાર આવે છે ત્યારે ખાસ કરીને ખેતર અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના પરિવાર અને બાળકોની તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.

Download Our B K News Today App



Related News