ટામેટા ભરેલી ટ્રક નેશનલ હાઇવે 48 પર પલટી ગઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-07 16:47:34
  • Views : 115
  • Modified Date : 2023-08-07 16:47:34

વલસાડના સુગર ફેકટરી નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાતે નેશનલ હાઇવે 48 ઉપર ખાડાના કારણે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક ટ્રક અને બે કારને અડફેટે લીધી હતી. સાથે જ ટામેટા ભરેલો ટ્રક હાઇવે પર પલટી મારી ગયો હતો. જેના કારણે હાઇવે પર ટામેટા વેરાઇ ગયા હતા. અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઇવે 48ને 5 કલાક માટે બંધ કરાવી દેવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતા જ વલસાડ રૂરલ પોલીસે સ્થળ પર પહોચી ગઇ હતી અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. નેશનલ હાઇવે 48 પર પડેલા ખાડાના કારણે સુગર ફેકટરી નજીક એક મહિનામાં 5 ગંભીર અકસ્માતો સર્જાયા છે. હાલની ઘટનામાં અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. જો કે લોકોમાં વારંવાર સર્જાતા અકસ્માતને લઇને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News