બનાસકાંઠાની રાજસ્થાનને અડીને આવેલી અમીરગઢ બોર્ડર પરથી 43.42 લાખના વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 11:19:13
  • Views : 303
  • Modified Date : 2022-06-01 11:19:13

 

બનાસકાંઠા રાજસ્થાનને અડીને આવેલી છે જેના કારણે બોર્ડર પર થી રોજેરોજ મોટા પ્રમાણમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર પર થી પોલીસે વાહનચેકિંગ દરમિયાન 43.42 લાખના વિદેશી દારૂ સાથે પોલીસે ટ્રક ઝડપી પાડી હતી.

 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દર વર્ષે ગુજરાતમાં લાખો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પરથી ઝડપી પાડવામાં આવે છે સમગ્ર ગુજરાતભરમાં રોજેરોજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો વેચાણ થઈ રહી છે દેશી દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ લોકો હોંશે હોંશે રોજેરોજ વિદેશી દારૂ પિતા નજરે પડી રહ્યા છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાના કારણે રોજેરોજ બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી વિદેશી દારૂ મોકલવામાં આવે છે. પરંતુ પોલીસની સતર્કતાના કારણે વાહન ચેકિંગ દરમિયાન અનેકવાર મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાની મુખ્ય ગણાતી અમીરગઢ બોડર પડતી છેલ્લા એક વર્ષમાં પોલીસે બાતમીના આધારે લાખો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે ખાસ કરીને અમીરગઢ બોડર રાજસ્થાનને અડીને આવેલી હોવાના કારણે રોજેરોજ મોટા પ્રમાણમાં રાત્રિના સમયે બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં દેશી દારૂ ગુજરાતમાં મોકલવામાં આવે છે પરંતુ બાતમીના આધારે પોલીસ હવે સક્રિય બની વિદેશી દારૂ ઝડપી પાડી રહી છે.

 

- લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

 

     બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર એ રાજસ્થાની સરહદને અડીને આવેલી હોવાના કારણે રોજેરોજ મોટા પ્રમાણમાં બોર્ડર પરથી વિદેશી દારૂનો ગુજરાતમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવી રહેલી ટ્રકની પોલીસ દ્વારા તલાશી લેવામાં આવતા ટ્રકમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી રાજસ્થાન તરફથી અમીરગઢ બોર્ડર પર આવી રહેલી ટ્રક પર પોલીસને શંકા જતા પોલીસે ટ્રકને ઉભી રખાવી હતી અને તલાશી લેતા ટ્રકમાં 490 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો જે બાદ પોલીસે ટ્રક ડ્રાઈવર અને વિદેશી દારૂ ભરેલી ટ્રક ને અમીરગઢ પોલીસ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી અમીરગઢ પોલીસે હાલ તો ટ્રક સહિત વિદેશી દારૂ ની કિંમત 43.42 લાખના મુદ્દામાલ સાથે આ દારૂ ત્યાં પહોંચાડવા હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

 

- બોર્ડર પર ચેકિંગ વધારવામાં આવે

 

   બનાસકાંઠા જિલ્લાની બોર્ડર ઉપર રોજેરોજ રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂનું બુટલેગરો દ્વારા પ્રવેશ કરવામાં આવે છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ અને નેનાવા બોર્ડર પડતી રોજેરોજ મોટા પ્રમાણમાં પોલીસને ચકમો આપી બુટલેગરો સમગ્ર ગુજરાતમાં દારૂનો સપ્લાયર કરે છે કેટલીકવાર પોલીસને મળતી બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી જાય છે પરંતુ રોજેરોજ જો પોલીસ દ્વારા રાત્રિના સમયે વાહન ચેકિંગ વધારવામાં આવે તો ગુજરાતમાં પ્રવેશ તો વિદેશી દારૂ અટકી શકે તેમ છે ત્યારે રાજસ્થાનને અડીને આવેલી બોર્ડર પોલીસ દ્વારા ચેકિંગ વધારવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

 

Download Our B K News Today App



Related News