પાલનપુરના એરોમાં સર્કલ પાસે થી પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-22 12:22:52
  • Views : 326
  • Modified Date : 2021-09-22 12:22:52

     રાજસ્થાન થી પાડા ભરીને અમદાવાદ કતલખાને લઈ જઈ રહ્યા છે.તેવી જીવદયા પ્રેમીઓ ને માહિતી મળતા જીવદયા પ્રેમીઓએ પાલનપુર ના એરોમાં સર્કલ પાસે થી પાડા ભરેલ ટ્રકને ઝડપી પાલનપુર પોલીસ મથકે સોંપી પોલીસે પશુ ઓની હેરાફેરી કરતા ટ્રક ચાલક તેમજ ક્લીનર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

     બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનની બોર્ડર અડીને આવેલો જિલ્લો છે અને રાજસ્થાનમાંથી અનેકવાર પશુઓને મોટા પ્રમાણમાં કતલખાને લઈ જવાતા હોવાની ઘટના સામે આવે છે ત્યારે  રાજસ્થાનના આબુ રોડ હાઇવે થી પાલનપુર તરફ એક ટ્રક નાના મોટા પાડા ભરી કતલખાને લઇ જવાતા હોવાની જીવદયા પ્રેમી હિમાલયકુમાર રમેશભાઈ માલોસણીયા ને બાતમી મળતા હિમાલયકુમાર આબુ હાઇવે પર વોચ ગોઠવી તે દરમિયાન ટ્રક પાલનપુર તરફ જતી હોઈ તેનો પીછો કર્યો હતો હતો હિમાલયકુમાર માલોસણીયા એ પાલનપુર કંટ્રોલરૂમ માં જાણ કરી હતી.જે બાદ પશુ ભરેલી ટ્રક એરોમાં સર્કલ પાસે ટ્રાફિક હોવાથી ધીમી પડેલ જે બાદ આ ટ્રક ને સાઈડ માં કરાવી તપાસ કરતા ટ્રકમાં નાના-મોટા ૨૭ જેટલા પાડા ક્રૂરતા પૂર્વક ટ્રકમાં ભરેલા જોવા મળ્યા હતા.આ ટ્રકમાં પશુઓ માટે પાણીની અને ઘાસચારાની વ્યવસ્થા પણ કરવામાં આવે નહતી જે બાદ ટ્રક ચાલક તેમજ ક્લીનર ને ટ્રક માંથી નીચે ઉતારી પશુ ઓની હેરાફેરી બાબતે પાસ પરમીટ માંગતા તેમની જોડે કઈ પણ પાસપરમીટ  ન હોવાનું જણાવેલ તેમજ ટ્રક ચાલકનું  નામ પૂછતાં  શાહરૂખ મેરાબખાન મુસલા રહે.રેવદર તા.રેવદર જી.શિરોહી (રાજસ્થાન) ક્લીનર નું નામ પૂછતાં દિનેશભાઇ ભેરારામ કોળી રહે.રેવદર.તા.રેવદર જી.શિરોહી (રાજસ્થાન )જણાવેલ જે બાદ ટ્રકમાં પશુ ક્યાંથી ભરી લાવ્યા તેમજ ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તે પૂછતાં તેમને જણાવેલ કે રાજસ્થાન ના રેવદર ખાતે થી ભરેલ અને અમદાવાદ ના જમાલપુર  કતલખાને ખાતે લઈ જવાનું જણાવેલ જે બાદ પશુ ભરેલ ટ્રક અને ટ્રક ચાલક તેમજ ક્લીનર ને પાલનપુર પશ્ચિમ પોલીસ લઇ ગયેલ.જ્યાં પોલીસે 27 પશુ ઓને કતલખાને લઈ જતા હતા તે બાબતે આ બે વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે.હાલ આ તમામ પશુઓને ડીસા કાંટ પાંજરાપોળ ખાતે લાવવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News