વલસાડના પારડી હાઇવે ઉપર કેળા ભરેલા ટ્રકનું ટાયર ફાટ્યું, પાછળથી આવતા કન્ટેનરે ટક્કર મારતા કેળા હાઇવે પર વિખેરાયા

  • Published By :
  • Published Date : 2022-09-08 15:52:35
  • Views : 206
  • Modified Date : 2022-09-08 15:52:35

વલસાડ હાઇવે ઉપર સુરતથી ટ્રકમાં કેળા ભરીને સેલવાસ તરફ જતા ટ્રકનું પારડી હાઇવે ઉપર ટાયર ફાટ્યું હતું. ટ્રક ચાલકે ટ્રકને સાઈડ ઉપર કરીને ટાયર બદલાવી રહ્યો હતો. જે દરમિયાન પાછળથી આવતા અન્ય એક કન્ટેનર ચાલકે બેફિકરાઈ પૂર્વક કન્ટેનર ચલાવી કેળા ભરેલા ટ્રક સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતને લઈને વલસાડ હાઇવે ઉપર મુંબઇ ટ્રેક ઉપર 5200 ટન કેળા હાઇવે ઉપર વિખેરાઈ ગયા હતા. જેને લઈને મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પરડી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને લઈને ટ્રક નેશનલ હાઇવે 48 પર પલટી થઈ ગયો હતો. કેળા ભરેલો ટ્રક નેશનલ હાઇવે 48 પર પડતા નેશનલ હાઇવે બંધ થઈ ગયો હતો ઘટનાની જાણ પારડી પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં કન્ટેનર ચાલકે ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેને લઈને મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા. 

Download Our B K News Today App



Related News