અમીરગઢ નેસનલ હાઇવે નજીક આરાસુરી ગોળાઈ મા ગુજરાત માંથી રાજેસ્થાન તરફથ જતા ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-07 11:02:07
  • Views : 252
  • Modified Date : 2022-06-07 11:02:07

 

 

ટ્રક પલ્ટી મારતા નેસનલ હાઇવે પર એલ એન્ડ ટી વિભાગ ના cctv કેમેરા મા ટ્રાફિક જામ ના દ્રષ્યો સામે આવે

 

અમીરગઢ પોલીસ તેમજ એલ એન્ડ ટી વિભાગ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું

 

અમીરગઢ નેશનલ હાઈવે પર આરાસુરી ગોળાઈ મા એક ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે જેમાં ટ્રક પલટી મારતા નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા છે બનાવના પગલે અમીરગઢ પોલીસને જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે

 

 બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં આજે અમીરગઢ નેસનલ હાઇવે પર આરાસુરી ગોળાઇમાં ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જઇ રહેલા એક પારસલ ભરેલા ટ્રક અચાનક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો ટ્રક રોડ વચ્ચે પલટી ખાઈ જતા નેશનલ હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો સામે આવ્યા હતા હાઈવે ઉપર ટ્રાફિક જામ થતાજ એલ એન્ડ ટી વિભાગમાં હાઈવે ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિક દેખાતા એલ એન્ડ ટી વિભાગના કંટ્રોલ ઇન્ચાર્જ યોગેશભાઈ મજેઠીયા તથા તેમના સ્ટાફ પેટ્રોલિંગ એમ્બ્યુલન્સ તથા ક્રેન સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા બનાવના પગલે અમીરગઢ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી પહોંચી એલ એન્ડ ટી તેમજ પોલીસ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે નેશનલ હાઈવે હોવાના કારણે એકથી દોઢ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ તેમજ વિભાગના અથાગ પ્રયત્નો બાદ ટ્રાફિક પર નિયંત્રણ કર્યું હતું જોકે બનાવમાં મોટી જાનહાની થતા ટળી હતી

Download Our B K News Today App



Related News