પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ ગઠામણ પાટિયા નજીક પશુ ભરેલ ટ્રક ઝડપાઇ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-08 12:42:51
  • Views : 302
  • Modified Date : 2022-07-08 12:42:51

 

63 જેટલા પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવાયા..

રાજસ્થાન થી અમદાવાદ પશુઓને કતલખાને લઈ જતા હોવાની બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ ગઠામણ પાટિયા નજીકથી 63  જેટલા પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે...

રાજસ્થાનમાંથી અવાર નવાર પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની ઘટના સામે આવી રહી છે.તેમજ પશુઓને કતલખાને જતા અટકાવવા માટે જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા કતલખાને જતા પશુઓના જીવ બચાવી પશુઓને નજીકની પાંજરાપોળ તેમજ ગૌશાળા મોકલવામાં આવી રહ્યા છે.ત્યારે આજે વધુ એક જીવદયા પ્રેમીઓ કતલખાને જતી પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી છે.સમગ્ર ઘટના ની વાત કરવામાં આવે તો જીવદયા પ્રેમીઓ પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ ગઠામણ પાટિયા નજીક હાજર હતા.તે દરમિયાન જીવદયા પ્રેમીઓ ને બાતમી મળેલ કે રાજસ્થાન ના આબુરોડ તરફ થી એક ટ્રક નંબર RJ-18-GA-6843 વાળી ટ્રક અમદાવાદ તરફ પશુઓને ભરી કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે.જેથી જીવદયા પ્રેમીઓ પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ ગઠામણ પાટિયા નજીક બાતમી વાળી ટ્રક ની વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ટ્રક નંબર RJ-18-GA-6843 આવતા તેને રોકાવતા દૂર રોકેલ જે બાદ જીવદયા પ્રેમીઓ ટ્રક પાસે જતા ટ્રક ચાલક ટ્રક મૂકી નાશી ગયેલ જે બાદ જીવદયા પ્રેમીઓ ટ્રક માં તપાસ કરતા એક શખ્સ બેઠેલ તેનું નામ પૂછતાં તેની નામ ઐયુબભાઈ મહંમદભાઈ સિપાઈ રહે.અખ્ખર બડાપુરા ડીસા વાળો હોવાનું જણાવેલ તેમજ ટ્રક ચાલક નું નામ પૂછતાં તેની નામ જણાવેલ નહિ જે બાદ જીવદયા પ્રેમીઓ ટ્રક માં જોતા 63 જેટલા પશુઓને એકબીજા ને ચામડી ઘસાય તે રીતે કુર્તા પૂર્વક ખીચોખીચ ભરી ટ્રક માં પાણી ની કે ઘાસ ચારા ની કોઈજ સગવડ હતી.તેમજ પશુઓને હેરાફેરી નું પાસ પરમીટ માંગતા કોઈ જવાબ આપેલ નથી તેમજ ક્યાં લઈ જવાઈ રહ્યા છે.તેવું પૂછતાં કોઈજ જવાબ આપેલ નહિ જે બાદ પોલીસ ને જાણ કરતા પોલીસ ની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી પશુ ભરેલ ટ્રક ને ડીસા જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટ  ખાતે લઈ જઈ ટ્રકમાં પશુઓને ઉતારી ગણતા  પાડા જીવ 56 તેમજ ભેંસ જીવ 7 આમ કુલ 63 જેમાં 4 પાડા જીવ મરણ હાલત માં મળી આવેલ જે બાદ જીવદયા પ્રેમીઓ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસમથકે ટ્રક ચાલક વિરુદ્ધ તેમજ ઐયુબભાઈ  મહંમદભાઈ સિપાઈ રહે.અખ્ખર બડાપુરા ડીસા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News