ડીસાના માર્કેટયાડ પાસે આવેલ શ્યામ બંગ્લોઝ નજીકથી પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-06 11:46:47
  • Views : 239
  • Modified Date : 2022-07-06 11:46:47

 

કતલખાને જતા પશુ ભરેલ ટ્રકને જીવદયા પ્રેમીઓ ઝડપી પાડી પોલીસ હવાલે કરેલ છે...

ડીસાના માર્કેટયાર્ડ પાસે આવેલ શ્યામ બંગલોઝ નજીક એક આઇસર ટ્રકમાં 14 જેટલા પશુઓને કુર્તાપૂર્વક ભરી કતલખાને લઈ જતા હોવાનું જીવદયા પ્રેમીઓને જણાવતા જીવ દયા પ્રેમીઓએ આઇસર ટ્રક ને રોકાવી તમામ પશુઓને બચાવી તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી જીવદયા પ્રેમીઓ એ  ટ્રકચાલક વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે  ગુનો નોંધાવી કતલખાને જતા પશુઓને બચાવાયા છે.....

રાજસ્થાન એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની સરહદને અડીને આવેલું હોવાના કારણે અનેક વાર રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં પશુઓને કતલખાને લઈ જવા માટે પશુઓની હેરાફેરી થતી હોય છે તો બીજી તરફ જીવ દયા પ્રેમીઓ દ્વારા આ પશુઓને કતલખાને જતા બચાવી પશુઓની હેરાફેરી કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી પશુઓના જીવ બચાવતા હોય છે તેવી આજે વધુ એક પશુ ભરેલ ટ્રકને કતલખાને જતા જતી અટકાવી તમામ પશુઓનો જીવને બચાવી ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની ઘટના સામે આવી છે. ડીસા માર્કેટયાર્ડ નજીક આવેલ શ્યામ બંગ્લોઝ પાસે જીવદયા પ્રેમીઓ ને જાણ થતા એક આઇસર ટ્રક નંબર GJ-08-Z-7287 નંબર વાળી ટ્રક રાજમંદિર સર્કલથી શ્યામ બંગ્લોઝ નજીકથી પસાર થઈ હતી અને ટ્રક પર તાડપત્રી બાંધેલી હોવાથી જીવ દયા પ્રેમીઓને શંકા જતા પ્રેમીઓએ આઇસર ટ્રક નો પીછો કરી રોકાવી ટ્રક ચાલક નું નામ પૂછતા મોહમ્મદ ઇમરાન મોહમ્મદ અલી શેખ .રહે. મહંમદપુરા ગવાડી ડીસા વાળો હોવાનું જણાવેલ જે બાદ આઇસર ટ્રકમાં જોતા 14 જેટલા ભેસોજીવ ઉંમર સાત થી આઠ વર્ષ હોવાનું જણાવેલ અને ટ્રકમાં પાણી તેમજ ઘાસની કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં ન આવી હતી અને તમામ પશુઓને કુર્તાપૂર્વક ટ્રકની અંદર બાંધી કુર્તા પૂર્વક ભરેલ હોય તેમ જ આ પશુઓની હેરાફેરી માટે તેમજ પશુ ઓને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તે ટ્રક ચાલક ને આ બાબતે પૂછતા કોઈ સંતોષ કારક જવાબ આપેલ નહીં જેબાદ જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરાતા ડીસા દક્ષિણ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી આઇસર ટ્રકમાં પશુ ગણતા  14 જેટલા પશુઓ હોવાનું જણાવેલ અને જેની કિંમત કુલ 49 હજાર તેમજ આઈસર ટ્રક નંબર GJ-08-Z-7287  જેની કિંમત પાંચ લાખ રૂપિયા કબજે કરેલ તેમજ ટ્રક ચાલક સંતોષકારક જવાબ ના આપતા આ તમામ પશુઓને કતલખાને તેમજ કતલ કરવા માટે જાહેર હરાજીમાં લઈ જતા હોવાનું સામે આવતા જે બાદ જીવ દયા પ્રેમીઓએ ડીસા દક્ષિણ પોલીસ મથકે આઇસર ટ્રક ચાલક

મોહમ્મદ ઇમરાન મોહમ્મદ અલી શેખ વિરોધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ થી વધુ તપાસ કરી છે...

Download Our B K News Today App



Related News